તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આનંદ:બાવળિયા ગામના ખેડૂતે ગાય આધારિત ખેતી કરવાનું શરૂ કરતાં નફાકારક નીવડી

શિનોર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિક્રમભાઈ ચૌહાણના ખેતરમાં ગાય આધારિત ખેતીનું વાવેતર. - Divya Bhaskar
વિક્રમભાઈ ચૌહાણના ખેતરમાં ગાય આધારિત ખેતીનું વાવેતર.
  • ખેતીનું ઉત્પાદન વાર્ષિક સરેરાશ રૂા.8 લાખ જેટલું , શાકભાજી અને ફળનું કરાતું વાવેતર

શિનોર તાલુકામાં શિનોર તાલુકાના ખેડૂતો દ્વારા પ્રગતિશીલ ખેતીનો પ્રારંભ થઈ રહ્યો છે. શિનોર તાલુકામાં થાઈલેન્ડના જામફળની ખેતી તડબૂચની ખેતી અને તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂત દ્વારા વર્ષોથી સજીવ ખેતી કરવામાં આવે છે. હાલમાં શિનોર તાલુકાના બાવળિયા ગામના પ્રગતિશીલ ખેડૂત વિક્રમભાઈ ચૌહાણ દ્વારા ગાય આધારિત ખેતી કરવામાં આવે છે. જે આજના સમયમાં ખેડૂતો માટે દીવાદાંડી સમાન છે.

શિનોર તાલુકાના બાવરીયા ગામના ખેડૂત વિક્રમસિંહ ચૌહાણ છેલ્લા છ વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે. તેઓ પોતાની ખેતીની જમીનમાં રાસાયણિક જંતુનાશક ખાતરો કે રાસાયણિક દવાનો છંટકાવ કર્યા વિના તેઓ પોતાની જમીનમાં સીઝનલ શાકભાજીનું વાવેતર કરે છે. જેમાં કોબી, ફ્લાવર, વટાણા, વાલોર, પાપડી, ટામેટા, બટાકા, શક્કરીયા, ગાજર અને મૂળાનું વાવેતર કરે છે. આ શાકભાજીને વેચવા માટે તેઓ ક્યારેય માર્કેટમાં જતા નથી. પરંતુ આ શાકભાજી વડોદરા શહેરમાં ત્રણ ઝોન પાડીને લીલા શાકભાજી સીધા ગ્રાહકના ઘેર પહોંચાડે છે. આવી રીતે શાકભાજી વેચવાથી વડોદરા શહેરના ગ્રાહકોને ગામડાના તાજા અને સ્વચ્છ અને પૌષ્ટિક શાકભાજી મળી રહે છે. તેમને વડોદરા શહેરના ગ્રાહકો માટે ફાર્મિંગ વેજીટેબલ યોજના જાહેર કરેલ છે તે પ્રમાણે ગ્રાહકોને પેકિંગ કરીને શાકભાજી વેચવામાં આવે છે.

ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે કોઈ મધ્યસ્થી ન હોવાથી ખેડૂતને પોતાની ઉપજના સારા ભાવ મળી રહે છે અને ગ્રાહકને પણ વ્યાજબી ભાવે શાકભાજી મળે છે. બાવળિયાના ખેડૂત વિક્રમસિંહ ચૌહાણના જણાવ્યા પ્રમાણે છેલ્લા છ વર્ષથી તેઓ ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. તેમના ખેતરોમાં ગાયના છાણથી જ ખાતર બનાવવામાં આવે છે અને ગૌમૂત્ર તથા વનસ્પતિઓથી જંતુનાશક દવા બનાવવામાં આવે છે અને તે દવાઓનો છંટકાવ ખેતરોમાં કરવામાં આવે છે. જ્યારે ખેતીનું ઉત્પાદન વાર્ષિક સરેરાશ 8 લાખ રૂપિયા જેટલું થાય છે. હવે તેઓ શાકભાજીની સાથે ફળનું પણ વાવેતર કરી રહ્યા છે. તેમના ખેતરમાં કેરા પપૈયા અને જામફળની વાવણી કરે છે. લોકોને ગાય આધારિત ખેતીથી ઉત્પન્ન થયેલ શાકભાજીથી વર્ષમાં એક વખત પોતાના ગ્રાહકો સાથે મીટિંગ કરે છે અને ગ્રાહકોના અનુભવ જાણે છે. જેમાં ગાય આધારિત ખેતીના શાકભાજી ખાવાથી ગ્રાહકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો