રેસ્ક્યૂ:શિનોરના ટીંબા વિસ્તારમાં ખેતરમાંથી 14 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરાયું

શિનોર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં રાત્રીના પાણી લેવા જતાં અજગર જોતાં ખેડૂત હેબતાઈ ગયો

શિનોર ટીંબા વગાના ઠાકોરભાઈ વસાવા ગત રાત્રી 11 વાગે ખેતરમાં વાવેલ પાકમાં પાણી લેવા માટે ગયા હતા. ત્યારે તેમના ખેતરની પાસે રાત્રીના અંધકારમાં રસ્તામાં પડી રહેલ 14 ફૂટનો અજગર પર તેમનો પગ પડ્યો હતો. પગ એકદમ જ લપસી જતા કઇ હોવાનું લાગતા તેમને જોતા તેમના પગ નીચે અજગર આવી ગયો હતો. રાત્રીના અંધકારમાં એકલા જ હોય તેઓ ગભરાઈ ગયા હતા. અને ખેતરમાં પાણી લેવાનુ હોય, ઠાકોરભાઈએ અજગરને પકડવા માટે વાઈલ્ડ લાઈફની ટીમના શીનોરમાં રહેતા સંજય ખત્રીને મોબાઈલ ફોન પર જાણ કરી હતી.

વાઈલ્ડ લાઈફના સંજય ખત્રી અને તેમની ટિમ તુરતજ ઠાકોરભાઈના ખેતરે પહોંચી અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. 14 ફૂટ લાંબો અજગરને પકડવા માટે ભારે જહેમત કરી હતી. ટીમની મદદ સાથે અજગરને પકડ્યો હતો. ખેડૂતે તેમની આ કામગીરીને વખાણી આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ વાઈલ્ડ લાઈફની ટીમે અજગરને જંગલ વિસ્તારમાં સહી સલામત છોડી મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...