તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:શિનોરમાં 75 ટકા વેક્સિનેશન પૂર્ણ, 25 ટકા માટે તંત્ર કટિબદ્ધ, મજૂરિયાત વર્ગ માટે રાત્રે પણ વેક્સિનેશન આપવાનું શરૂ

શિનોર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરાશામળ ગામમાં લોકોને રાત્રે કોરોના વેક્સિન અપાઇ. - Divya Bhaskar
સુરાશામળ ગામમાં લોકોને રાત્રે કોરોના વેક્સિન અપાઇ.
  • વેક્સિનેશનમાં રાજ્યમાં વડોદરા જિલ્લો હાલ બીજા ક્રમે

શિનોર તાલુકા આરોગ્યતંત્ર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કોરોના વેક્સિનની ઝુંબેશ ઉપાડી તાલુકાને 100 ટકા વેક્સિનેશન કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે. કોરોનાની ત્રીજી લહેર સામે એકમાત્ર બ્રહ્માસ્ત્ર એટલે દરેકને કોરોનાની વેક્સિનથી સુરક્ષિત કરવા. આવા ધ્યેય સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સુરેન્દ્ર જૈનના સીધા માર્ગદર્શન હેઠળ શિનોર તાલુકાના 2 પી.એચ.સી. મેડિકલ ઓફિસરો સહિત સી.એચ.ઓ., એફ.એચ.ડબલ્યુ., એમ.પી.એચ.એસ.ડબલ્યુ તથા આશાવર્કરો દ્વારા હવે મજૂરિયાત વર્ગ સાંજના સમયે મળતો હોઇ સાંજના સમયે પણ ફળિયે ફળિયે કૂવાઓ પર વેક્સિનેશનની ઝૂંબેશ હાથ ધરાઇ છે.

શિનોર તાલુકાના તરવા, ટીમ્બરવા, સેગવા સાધલી પી.એચ.સી અને શિનોર પી.એચ.સી. દામાપુરા, સુરાશામળ, માલસર જેવા ગામોમાં ખાસ સાંજના સમયે જે લોકો વેક્સિનમાં બાકી છે તેવા લોકોને વેક્સિન આપવાના પ્રયત્નો સઘન બનાવ્યા છે. તાલુકામાં સાંજે- રાત્રે વેક્સિન આપવાના પ્રયોગને ભારે સફળતા મળતાં અન્ય તાલુકામાં પણ આ પ્રયોગો હાથ ધરવાના ચક્રો ગતિમાન થયા છે.

ટીમ્બરવા આયુષ્યમાન ભારત સેન્ટરના સી.એચ.ઓ., એફ.એચ.ડબલ્યુ., એમ.પી.એચ.ડબલ્યુ. તથા આશાવર્કરો દ્વારા ટીમ્બરવા તથા તરવા ગામમાં રાત્રી વેક્સિન સાથે તાલુકામાં 500થી 600 ઉપરાંત બાકી શ્રમજીવીઓનું વેક્સિનેશન કરીને તેઓને ત્રીજી લહેર સામે સુરક્ષા કવચ આપેલ છે. ગામડાઓમાં પણ લોકોમાં હવે સ્વયં કોરોના વેક્સિન લેવાની જાગૃતિ આવતાં તાલુકામાં 75 ટકા ઉપરાંત વેક્સિનેશન પૂર્ણ થયું છે. ત્યારે આરોગ્ય કર્મીઓ દ્વારા જિલ્લામાં શિનોર તાલુકાને પ્રથમ 100 ટકા વેક્સિનેશનવાળો કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વેક્સિનેશનમાં ગુજરાતભરના જિલ્લાઓમાં વડોદરા જિલ્લો હાલ બીજા ક્રમે રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...