તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:શિનોરમાં 72મા વનમહોત્સવ ઉજવણી અંતર્ગત 700 રોપાં રોપવામાં આવ્યાં

શિનોર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્ય,તા.પ.પ્રમુખ, મામલતદાર સહિતના દ્વારા વૃક્ષારોપણ કરાયું, વાઈલ્ડ લાઈફના સ્વયં સેવકને પ્રમાણપત્ર અપાયું. - Divya Bhaskar
ધારાસભ્ય,તા.પ.પ્રમુખ, મામલતદાર સહિતના દ્વારા વૃક્ષારોપણ કરાયું, વાઈલ્ડ લાઈફના સ્વયં સેવકને પ્રમાણપત્ર અપાયું.
  • સામાજિક વનીકરણ રેન્જ શિનોર અને સામાજિક વનીકરણ વિભાગ વડોદરા દ્વારા વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન

શિનોર સાર્વજનિક હાઈસ્કૂલમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા 72મા વન મહોત્સવની ઉજવણી ધારાસભ્ય અને અધિકારીઓ તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ‘વૃક્ષ વાવી પર્યાવરણ બચાવો’ના ઉદેશ સાથે 700 જેટલા છોડોનું રોપણ કરવામાં આવ્યું હતું.

સામાજિક વનીકરણ રેન્જ શિનોર અને સામાજિક વનીકરણ વિભાગ વડોદરા દ્વારા તા.26 ઓગસ્ટના રોજ સવારે 11 વાગે શિનોર સાર્વજનિક હાઈસ્કૂલમાં 72મા વન મહોત્સવનો કાર્યક્રમ ધારાસભ્ય અક્ષય પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં તા.પ.પ્રમુખ સચિન પટેલ, તાલુકા ભાજપા પ્રમુખ ચંદ્રવદન પટેલ, ભાજપાના જિલ્લા ઉપપ્રમુખ હીનાબેન મોઢ, વિકાસ પટેલ, મામલતદાર વી.વી.વાળા, તા.વિ.અ. પી.કે.ભગોરા તેમજ વન ખાતાના અધિકારી પ્રજાપતિ અને સરકારી આધિકારીઓ, ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શાળાની બાળાઓ દ્વારા વૃક્ષમાં વાસુદેવ અને છોડમાં રણછોડનો વાસ હોય તેવી સમજણ આપતા ગીતથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહાનુભાવોને તુલસીના રોપા આપી પર્યાવરણને લગતો સંદેશ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકામાં વાઈલ્ડ લાઈફના ટ્રસ્ટના સેવકો સંજય ખત્રી અને ભરત મોરેને કે જેઓ જ્યાં પણ વન્યપ્રાણી નીકળે છે ત્યાં તુરત પહોંચી જઇ તેનું રેસ્ક્યૂ કરી સહી સલામત વનખાતાને સોંપતા હોઇ તેમની કામગીરી બિરદાવી તેમને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. તેમજ લાભાર્થીઓને નિર્ધામ ચૂલાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...