કાર્યવાહી:સાધલીમાં જુગાર રમતા 7 ઇસમો રૂ.1.08 લાખની મતા સાથે ઝડપાયા

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંક ફરકનો ધંધો કરનારા પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ

શિનોર તાલુકાના સાધલી ગામે આંક ફરકનો વરલી મટકાનો ધંધો કરનારા પર સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા રેઇડ કરાઈ હતી. જેમાં 7 ઇસમોને 1,08,450ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તપાસ શિનોર પીએસઆઇને સોંપી છે. શિનોરના સાધલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગરના પોલીસ કર્મીઓ દ્વારા બસ સ્ટેન્ડ પાસે, અપના બજારમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં પૈસા કમાવા, આંક-ફરક અને વરલી-મટકાનો જુગાર લીલી નેટ બાંધીને ખુલ્લામાં રમાતો હતો. સાદા ડ્રેસમાં આવેલ આ પોલીસ કર્મીઓ સામે એક તબક્કે નકલી પોલીસ હોવાનો ઉહાપોહ થયો હતો.

જેથી લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. સેલ દ્વારા સ્થળ ઉપરથી સાત જુગારીયાઓની અટકાયત કરાઇ હતી. તમામને શિનોર પોલીસ સ્ટેશનને લઈ જવાયા હતા. જેમાં મુખ્ય આરોપીઓ ઈકબાલ મન્સૂરી તાંદલજા અને ચંદુ ડીસા કટિંગ લેનારા મળી આવ્યા નહોતા, જેથી ત્યાં હાજર આંકડા લખનારા અને આંકડા લખાવનારા કુલ 7 ઈસમોની અટકાયત કરાઇ છે. જેમાં 1) સલીમ રાઠોડ, સાધલી 2) રમેશ વણકર.ઉતરાજ 3) કનુ પાટણવાડીયા,સાધલી 4) નલિન વસાવા,માલપુર 5) ભગવાન વસાવા, નારીયા 6) હનીફ પીરુ ચૌહાણ, ચોરંદા અને 7) અરવિંદ લીમ્બાચીયા લાછરસનો સમાવેશ થાય છે.

આ 7 ઈસમો પાસેથી ~79,950 રોકડા, 7 મોબાઈલના ~ 8500, મોટરસાઇકલ એક ~ 20,000 કુલ મળીને ~ 1,08,450નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બપોરના 2:15 કલાકે પાડેલ આ રેડનો ગુનો શિનોર પોલીસ સ્ટેશને, પાર્ટ 2માં, જુગાર ધારાની કલમ 12(અ) મુજબ રાત્રે 9:15 કલાકે જાહેર કરેલ છે. આ ગુનાની ફરિયાદ સ્ટેટ મોનિટરિંગ સેલના રવિન્દ્ર સિંહ વાઘેલા U.H.C. દ્વારા કરાયેલ છે. જેની તપાસ શિનોરના પી.એસ.આઇ.પી.ટી. જયસ્વાલ કરી રહ્યાં છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ જુગારની આ સફળ રેડથી શિનોર તાલુકામાં સોપો પડી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...