તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દામનગરમાં પત્તા પાનાનો જુગાર રમતાં 7 ઝડપાયા

શિનોર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટ્રીટલાઇટના અજવાળામાં જુગાર રમાતો હતો

શિનોર તાલુકામાં જુગાર અને દારૂની બદી દિનપ્રતિદિન વધતી જાય છે. શિનોર પોલીસ પેટ્રોલિંગ કરીને આવી બદીઓ સામે કડક વલણ અપનાવે છે. દરમિયાન શિનોર પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના દામનગર ગામે નવીનગરી વિસ્તારમાં ટોળું વળીને સ્ટ્રીટલાઇટના અજવાળામાં પત્તા પાનાનો જુગાર રમાય છે.

આ બાતમીના આધારે શિનોર પીએસઆઇ સહિત પોલીસની ટીમે છાપો માર્યો હતો. જ્યાં જુગાર રમતા જુગારી અને દાવ પર લગાવેલી રકમ અને અંગજડતીના રૂા. 11,780નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જુગારીયાઓ કલ્પેશ સોલંકી, પિયુષગીરી ગોસાઈ, ચિરાગ પાટણવાડીયા, સુરેશ પરમાર, અંકુર બારોટ, કમલેશ ઠાકોર અને વિનોદ વસાવાને પકડી પોલીસે જેલ ભેગા કરી જુગારધારા અન્વયેની કલમ અનુસાર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...