કોરોના ઇફેક્ટ:શિનોર તાલુકામાં કોરોના સંક્રમણના નવા 6 કેસ નોંધાયા

શિનોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉતરાજમાં 2, સાધલીમાં 1, માંજરોલમાં 1, અતિસરામાં 1, સાધામાં 1 કેસ
  • તાલુકાના ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રોજના 50 ટેસ્ટ કરાય છે

શિનોર તાલુકામાં કોરોનાનો સંક્રમણ દિનપ્રતિદિન વધતું જાય છે. તાલુકામાં ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે. જેમાં રોજના 50 ટેસ્ટ દરેક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવે છે. શિનોર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સર્વે તથા આરોગ્ય વિશે કામગીરી કરવામાં આવે છે. છતાં આજે શિનોર તાલુકામાં કોરોના પોઝિટિવના નવા છ કેસ મળ્યા છે. શિનોર તાલુકામાં સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કુલ 50 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ઉતરાજ ગામમાં કોરોના પોઝિટિવના બે કેસ નવા નોંધાયા છે.

સાધલી ગામમાં કોરોના પોઝિટિવના નવો કેસ નોંધાયેલો છે. જ્યારે માંજરોલ ગામમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયેલ છે. જ્યારે સીમડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કુલ 50 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી અતિસરા ગામમાં કોરોના પોઝિટિવનો એક નવો કેસ નોંધાયો છે. જ્યારે સાધા ગામમાં કોરોના પોઝિટિવ એક કેસ નોંધાયો છે. શિનોર તાલુકામાં સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ક્ષેત્રમાં 4 કેસ તથા સીમડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ક્ષેત્રમાં નવા 2 કેસ નોંધાયા છે. શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...