અંધારપટ:સુરાશામળમાં વીજ પોલ પર વીજળી પડતાં 3 ગામોમાં 5 કલાક અંધારપટ

શિનોર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ કર્મચારીઓએ 5 કલાક બાદ ફરી વીજળી ચાલુ કરી હતી

શિનોર તાલુકાના સુરાશામળ ગામે ગઈકાલે વીજ પોલ પર વીજળી પડતા વીજ વાયરો પરના લંગરો ઉડી જતા 3 ગામોની વીજળી ડુલ થઈ હતી. વીજ કર્મચારીઓ સ્થળ પર પહોંચી 5 કલાકની મહેનત બાદ ફરી વીજળી ચાલુ કરાઈ હતી.

શિનોરમાં રવિવારે બપોર બાદ વાદળછાયા વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. સુરાશામળમાં વીજળી થતા શિનોર-સુરાશામળના માર્ગ પાસે ચારેક વાગ્યાના અરસામા વીજ પોલ પર વીજ પડતા ટી.સી.ના લંગરિયા તેમજ સ્વીચ પરના જંપરો બળી જતા સુરાશામળ, મિઢોળ અને દિવેર ગામની લાઈટો બંધ થઈ ગઈ હતી. વીજ વિભાગની કાર્યાલય જાણ થતાં વીજ કર્મચારીઓ તુરંત જ સ્થળ પર પહોંચી ગયા હતા. ગ્રામજનોને ફોલ્ટના બારામાં પૃચ્છા કરી તુરંત કામે લાગી ગયા હતા અને પાંચ કલાકની ભારે જહેમત બાદ ત્રણેય ગામોની લાઈટ ચાલુ કરવામાં સફળતા મળી હતી. જોકે પાંચ કલાક સુધી લાઈટો બંધ રહેતા ગ્રામજનો તેમજ અંધારામાં ખાવાનું બનાવવાનનો વારો આવતા ગૃહિણીઓ પણ હેરાન પરેશાન થઈ ગઈ હતી. શિનોરના વીજ કર્મચારીઓ ચાલુ વરસાદે ફોલ્ટ થયો હોય અને જાણ થાય તો તુરંત જ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરીને વીજ પુરવઠો ચાલુ કરવામાં લાગી જતા હોય તેમની આ કામગીરી લોકોમાં પ્રસંશનીય બનેલ છે.

અન્ય સમાચારો પણ છે...