કોરોના અપડેટ:શિનોર તાલુકામાં રવિવારે કોરોનાના 5 કેસ નોંધાયા

શિનોર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિનોરના ઈસમનું 20 દિવસની સારવાર બાદ રવિવારે મોત

શિનોર તાલુકાના આરોગ્ય તંત્ર દ્વારા રવિવારની રજા હોવા છતાંય 54 એન્ટિજન્સી ટેસ્ટ કર્યા હતા. તેમાં એક પોઝિટિવ આવેલ છે. 84 આરટીપીસીઆરના સેમ્પલ લઇ ટેસ્ટિંગ માટે વડોદરા મોકલી આપ્યા છે. તા: 27 મેના આરટીપીસીઆરમાં 4 પોઝિટિવ આવતા રવિવારે કુલ 5 પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે શિનોરનો એક ઈસમ આશરે 20 દિવસ ઉપરાંતથી કોરોના સામે જંગ લડ્યા પછી રવિવારે મૃત્યુ પામ્યો છે. શિનોર આરોગ્ય તંત્ર દ્વારા રવિવારની રજા હોવા છતાંય, શિનોર પીએચસી દ્વારા 34, સાધલી પીએચસી દ્વારા 10 એન્ટિજન ટેસ્ટ કારેલ તે તમામ નેગેટીવ આવેલ છે.

સીમળી પીએચસી દ્વારા 10 એન્ટિજન્સી ટેસ્ટમાં એક પુનિયાદ ગામના 61 વર્ષના પુરૂષને પોઝિટિવ આવતા સેગવા ખાનગી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કર્યો છે. જ્યારે તા: 27 મેના આરટીપીસીઆરમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ એન્ટિજન ટેસ્ટમાં 1 અને આરટીપીસીઆરમાં 4 મળી કુલ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રવિવારે શિનોર મકબુલ નિજામી બેન્ડના માલિક હમીદભાઈ રાસુલભાઈ ખોખર છેલ્લા 20 દિવસથી કોરોના સામે લડી રહ્યા હતા. રવિવારના રોજ ગોત્રી હોસ્પિટલ ખાતે તેઓનું મૃત્યુ થતાં શિનોર બેન્ડ બજારમાં ઘેરો શોક વ્યાપેલ છે.

કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ યુવાનો, યુવતીઓ સંક્રમિત થઈ સાજા થયાં છે. પરંતુ મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે એ ચિંતાજનક છે. હાલમાં કોરોના ઓછો થતાં લોકો હવે બેફિકર થઈને કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા ન હોય માસ્ક વગર બજારોમાં ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર આ બાબતે સજાગ થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...