દરોડો:સાધલીમાં પત્તા પાનાનો જુગાર રમતાં 4 ઝડપાયા

શિનોર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિનોર પોલીસે સાધલી ગામે ખુલ્લામાં પત્તા પાનાનો જુગાર રમતા 4 ઇસમોને દાવ પરના અને અંગ ઝડતી સાથે કુલ 24410 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારાની કલમ હેઠળ કાયદેસર કરતા છુટા છવાયા જુગાર રમનારાઓમાં ફફડાટ વ્યાપેલ છે.

શિનોરના સાધલી ગામે 3 ઓક્ટોબરે પોલીસને ઊંડી શેરી નૂરમહમદ રશુલભાઈ ગરાસીયાના ઘરની પાછળ ખુલ્લામાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમી વાળી જગ્યા પર રેડ કરતા ટોળું વળી જુગાર રમતા 4 ઈસમો સતિષ ઉર્ફે માતા મોતીભાઈ વસાવા, ઇમરાન ઉર્ફે સાજન ઇસ્માઇલભાઈ રાઠોડ, સતિષભાઈ અંબાલાલ વસાવા અને પ્રહલાદભાઈ ફુલજીભાઈ પા.વા. તમામ રહે સાધલીને દાવ પરના રૂ. 10440 અને અંગ ઝડતીમાં રૂ.13970 મળી કુલ રૂ.24410 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને ચારેય ઈસમો પર જુગારધારાની કલમ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આમ છૂટો છવાયો જુગાર રમનારાઓમાં ફફડાટ વ્યાપેલ છે.

અન્ય સમાચારો પણ છે...