દુર્ઘટના:પોઈચામાં નર્મદા નદીના પટમાં ગોધરાના 3 યુવાનો તણાયાં, 2ના મોત

શિનોર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
(1) બચી ગયેલ મહેશ પરમાર, (2) ડૂબી ગયેલ હર્ષવર્ધન સોલંકી ની તસવીર. - Divya Bhaskar
(1) બચી ગયેલ મહેશ પરમાર, (2) ડૂબી ગયેલ હર્ષવર્ધન સોલંકી ની તસવીર.
  • ગોધરાના ભક્તિનગર વિસ્તારનો પરિવાર ત્રિવેણી સંગમ ખાતે અસ્થિ વિસર્જનની વિધિ કરવા માટે આવ્યો હતો
  • પોઈચા ખાતે નદીના પાણીમાં 1 યુવાન તણાયા બાદ લાશ મળી, 2 યુવાનોને મોટા ફોફળિયા CHCમાં ખસેડાતા 1ને મૃત જાહેર કરાયો

ડભોઇ તાલુકાના ચાણોદ ખાતે નર્મદા નદીમાં પોતાના સ્વજનના મૃત્યુ બાદ કરવાની અસ્થિ વિસર્જનની વિધિ માટે આવેલ ગોધરાના ભક્તિનગર વિસ્તારનો પરિવાર વિધિ સંપન્ન કરી ચાંણોદની સામે પોઇચા ગામના નર્મદા નદીના પટમાં સ્નાન કરવા ગયા હતા. ત્યારે સ્નાન કરતા કરતા પરિવારના ત્રણ યુવાનો નદીમાં તનાયા હતા. તેમાંથી બે યુવાનને નદીમાંથી બહાર કાઢવામાં આવેલ હતા. તે પૈકી એક યુવાનનું મૃત્યુ થયેલ અને બીજો યુવાનનો બચાવ થતા બંને યુવાનને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોટાફોફડિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ આવવામાં આવેલ છે. જ્યારે નદીમાં લાપતા થયેલ યુવાનની ભારે શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

ડૂબી ગયેલ જનક સિંહ સોલંકીની તસવીર
ડૂબી ગયેલ જનક સિંહ સોલંકીની તસવીર

મળતી માહિતી અનુસાર ડભોઇ તાલુકાના ચાંદોદ નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતે પોતાના પરિવાર સ્વજનના મૃત્યુ બાદની અસ્થિ વિસર્જનની વિધિ માટે આવેલ ગોધરા ભક્તિનગર વિસ્તારનો પરિવાર વિધિ સંપન્ન કરી ચાંદોદની સામે કિનારે પોઇચાના નર્મદા નદીના તટમાં હોળી મારફતે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ગયા હતા. ત્યાં સ્નાન કરતા કરતા મહેશભાઈ બુધાભાઈ પરમાર ઉ. વ. 23 નાઓ નદીના વહેણમાં તણાતો જોઈ હર્ષવર્ધન ઉમેશભાઈ સોલંકી ઉ. વ. 19 અને જનકસિંહ બુધેસિંહ સોલંકી ઉ. વ. 23 નદીના પાણીમાં તેને બચાવવા દોડી ગયા હતા.

પરંતુ ત્રણેય યુવાનોને તરતા આવડતું ન હતું અને તણાતા તણાતા મહેશ પરમારને નદીમાં સ્નાન કરતા લોકોએ ખેંચી લઈને બચાવી બહાર કાઢેલ હતો. અને જનકસિંહ સોલંકી નદીમાં ડૂબતા તેને બહાર કાઢેલ પણ તે મૃત હતો. જ્યારે હર્ષવર્ધન પાણીના વહેણમાં લાપતા બની ગયેલ તેની શોધખોળ હાથ ધરી હતી. ડૂબતા 3 યુવાનો પૈકીના મહેશ પરમાર અને જનકસિંહ સોલંકીને ઇમર્જન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવેલ છે.

જ્યા જનકસિંહ સોલંકીને ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ છે. અને બચી ગયેલ મહેશ પરમારની સારવાર ચાલુ છે. જ્યારે નર્મદા નદીમાં લાપતા થયેલ યુવાન હર્ષવર્ધનનો મૃતદેહ ભારે શોધખોળ બાદ મળી આવ્યો હોવાનું જાણવા મળેલ છે. આમ નર્મદા નદીમાં ડૂબતા ત્રણ યુવાનો પૈકી એક મહેશ પરમારનો બચાવ થયેલ છે. અને બે યુવાન હર્ષવર્ધન સોલંકી અને જનક સિંહ સોલંકીનું મોત થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...