તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:શિનોર તાલુકામાં કોરોનાના સંક્રમણના નવા 3 કેસ નોંધાયા

શિનોર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં 14 કેન્દ્રોમા પર રસીકરણની કામગીરી ચાલી રહી છે
  • મહામારીને લઈને લોકો પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે

શિનોર તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. આરોગ્ય તંત્ર દ્વારા શિનોર તાલુકામાં શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સીમડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં કુલ 45 કોરોનાના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી શિનોર તાલુકામાં બુધવારે કોરોના પોઝિટિવના નવા ત્રણ કેસ નોંધાયા હતા. જેમાં મોલેથા ગામના 67 વર્ષના વ્યક્તિને કોરોના પોઝિટિવ આવેલ છે. જ્યારે આનંદી ગામની 67 વર્ષની મહિલાને કોરોનો પોઝિટિવ રિપોર્ટ આવેલ છે અને માંડવા ગામના 50 વર્ષમાં પુરુષને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ છે. આ ત્રણેય કોરોના સંક્રમિતઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં શિનોર તાલુકામાં રસીકરણની કામગીરી 14 કેન્દ્રોમાં ચાલી રહી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ રોજબરોજ શિનોર તાલુકામાં અને શિનોર નગરમાં સર્વેની કામગીરી કરી રહ્યા છે. શિનોર ગ્રામ પંચાયત દ્વારા ગઈકાલે સમગ્ર શિનોર નગરમાં કોરોનાની મહામારીને લઈને ટ્રેક્ટર દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

શિનોર તાલુકામાં પોલીસ પણ સક્રિય રીતે પોતાની કામગીરી કરી રહી છે. શિનોર પીએસઆઇ વી.એસ.જામીર તથા પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર શિનોર તાલુકામાં પેટ્રોલિંગ કરીને માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. હાલમાં કોરોનાની મહામારીને લઈને લોકો પણ બહાર નીકળવાનું ટાળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો