અકસ્માત:ટ્રેક્ટરની ટ્રોલી અને તુફાન ગાડી વચ્ચે અકસ્માતમાં 2ના મોત

શિનોર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાધલી-અચીસરા માર્ગ પર અકસ્માત સર્જાયો
  • ​​​​​​​અકસ્માતમાં ગાડી ચાલક અને મહિલાનું મોત નિપજ્યું : શિનોર પોલીસે ટ્રેક્ટર તથા લોરીને શોધી કાઢી કબજે કરી

શિનોર તાલુકાના સાધલી-અચીસરા માર્ગ પર ટ્રેક્ટરની ટ્રોલી સાથે તુફાનગાડી અથડાતા તુફાનગાડી ચાલક અને એક મહિલાને ગંભીર ઇજા થતાં 108 ઇમરજન્સીમાં ચાલકને વડોદરા તથા મહિલાને ડભોઇ ખાતે લઇ ગયેલ જ્યા તબીબો દ્વારા મૃત્યુ થયું હોવાનું જાહેર કરાતા મરણ જનારના સંબંધી દ્વારા ટ્રેક્ટર ચાલક નાસી ગયેલ હોય અજાણ્યા ચાલક સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. શિનોર તાલુકાના સાધલી ગામે મજૂરી કામે આવેલા લીલુ ભાઇ સુરસિગ પોચાયા તેના કુટુંબ સાથે રહે છે.

તારીખ 12 મે 2022ને રાત્રિના 12:30 વાગ્યે સાધલીથી પોતાના ગામ બંદ તાલુકો-જિલ્લો અલીરાજપુર ખાતે તેમના મોટા બાપુ સૂરભાનભાઇ પોચાયાનું બારમું હતું. તેથી ત્યાં જવા પોતાના કુટુંબ કબીલા તથા કાકાના દીકરા ફુદલાભાઈ સાથે તુફાન ગાડી લઈને નીકળ્યા હતા. આ ગાડીમાં તેમના કાકી શકરીબેન 39 વર્ષ તથા અન્ય 7થી 8 કુટુંબીજનો હતા. સાધલી થી અચિસરા ગામની આગળ જતા સામેથી સ્વરાજ ટ્રેક્ટરનો ચાલક પોતાના ટ્રેક્ટર તથા તેમાં જોડેલી ટ્રોલીમાં સુઢીયું ભરીને પૂરઝડપે આવતો હતા.

આ લોરીનું સુઢીયુ ઝાડ સાથે અથડાતા ચાલકે ટ્રેક્ટરનો ટર્ન માર્યો તો ટ્રોલી આ તુફાન ગાડી સાથે અથડાતા તુફાન ગાડી રોડ પર પલટી ખાઈ ગઈ હતી અને તેમાં ચાલક ફુદલાભાઈને ભારે ઈજા થઈ હતી, તથા શકરીબેનને મરણતોલ ફટકો વાગ્યો હતો. તેથી કોઈએ 108 ગાડીને ફોન કરતા 108 ગાડી આવી જતા ફુદલાભાઇને તથા શકરીબેનને લઈને ડભોઇ દવાખાને ગયા, જ્યારે ફુદલાભાઇને વડોદરા દવાખાને લઈ ગયા, જ્યાં બંન્ને ડોક્ટરો દ્વારા ઈજાગ્રસ્ત બંનેને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

આ સમય દરમિયાન ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર તથા ટ્રોલી લઈને અચિસરા ગામ તરફ ભાગી ગયો હતો, ગાડીમાં બેઠેલા અન્ય સંબંધીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી, એમાં કોઈ ગંભીર નહોતું, જેથી ફરિયાદી લીલુભાઈ સુરસીંગભાઈ દ્વારા શિનોર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચાલક સામે ગુનો નોંધાવેલ છે. શિનોરના પી.એસ.આઇ.ડી.આર .ભાદરકા આગળની તપાસ કરી રહ્યા છે. શિનોર પોલીસે ટ્રેક્ટર તથા લોરીને શોધી કાઢી કબજે કરી છે. જ્યારે ચાલકની તપાસ ચાલુ છે જે હાલ ભાગી ગયેલ છે.

અન્ય સમાચારો પણ છે...