તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:શિનોરના સીમળી PHCમાં 18+થી વધુ વયના 189 લોકોને રસી અપાઈ

શિનોર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિનોર તાલુકાના સીમળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 18થી 44 વર્ષના લોકોને રસી આપવામાં આવી હતી. - Divya Bhaskar
શિનોર તાલુકાના સીમળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 18થી 44 વર્ષના લોકોને રસી આપવામાં આવી હતી.
  • રજિસ્ટ્રેશન ફૂલ થતાં ઘણાંને રસી મૂકાવ્યા વગર પાછા જવાનો વારો

શિનોર તાલુકાના સીમળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શુક્રવારથી 18થી 44 વર્ષના વ્યક્તિઓ માટે કોરોના રસી મુકાવવાનું કેન્દ્ર શરૂ થતા તાલુકવાસીઓમાં આનંદ વ્યાપેલ છે. શુક્રવારથી રસી મુકાવવાના પહેલા દિવસે 189 જેટલા યુવાઓએ રસી મુકાવી હતી. નોંધનીય છે કે 200નો લોટ ફળવાયો હોય રજિસ્ટ્રેશન ફૂલ થઈ જતાં અમુક વ્યક્તિઓ રસી મુકાયા વગર પાછા ફર્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથેની સુંદર વ્યવસ્થા કરી હતી.

સરકાર દ્વારા પહેલા 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસી આપવાનું ચાલુ કર્યું હતું. ત્યાર પછી 45થી 59 વર્ષના વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. કોરોનાની બીજી લહેરમાં જે વ્યક્તિઓએ રસી લીધી હતી. તેવા વ્યક્તિઓને કોરોના સંક્રમણની અસર ઓછી જોવા મળી હતી. પણ જે લોકોએ રસી ન લીધી હોય તેવા લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ જોવા મળ્યું હતું. તેમાં પણ 45 વર્ષથી નીચેના લોકોમાં તેની અસર જોવા મળી હતી. ત્યારે સરકાર દ્વારા હાલ 18થી 44 વર્ષના વ્યક્તિઓને કોરોના રસી આપવાની શરૂઆત કરી છે. સરકાર દ્વારા પહેલા શહેરમાં રસી આપવાનું ચાલુ કર્યું હતું. નાના ગામડાના લોકો પણ કોરોના રસી મુકવવા માગતા હતા પણ સ્થાનિક આરોગ્યકેન્દ્રમાં રસી આવી ન હોય રાહ જોતા હતા. કેટલાંય વ્યક્તિઓ તો વડોદરા શહેરના રસી મુકવાના કેન્દ્રમાં પોતાનું રજિસ્ટ્રેશન કરી રસી મુકાવવા જતા હતા. જેમાં લોકોનો સમય અને નાણાંનો વ્યય થતો હતો. તા. 4 જૂનથી શિનોર તાલુકાના સીમળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના રસી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં કેન્દ્રનું નામ આવતા તાલુકાના રસી લેવા માટે કાગડોળે રાહ જોતા લોકોએ તુરંત રજિસ્ટ્રેશન કરાવી રસી લીધી હતી. કેટલાય લાભાર્થીઓ રજીસ્ટ્રેશન કર્યા વગર આવ્યા હોય પાછા જવું પડ્યું હતું. રસી લેવા આવનાર લાભાર્થી માટે સીમળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ૰ડો. વૈભવભાઈ, તથા સ્ટાફના વિનોદભાઇ, જીતુભાઇ અને ઈન્દિરા બેન દ્વારા રસી લેનારા લાભાર્થીઓને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથેની બેસવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનાની રસી શિનોર તાલુકામાં મુકવવાનું ચાલુ થતા તાલુકાવાસીઓમાં આનંદ જોવા મળ્યો હતો. શુક્રવારે કુલ 200 જેટલા લાભાર્થીઓએ કોરોના રસી લીધી હતી.

કોરોના રસી લેવા માટે લાભાર્થીઓએ ઓનલાઈન CoWIN પોર્ટલ પર સ્લોટ બુક કરાવવાનો રહેશે. સ્થળ પર રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં જેથી લાભાર્થીઓએ પહેલા રજીસ્ટ્રેશન કરીને જ રસી લેવા જવું.

શિનોર તાલુકામાં સતત પાંચમા દિવસે કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો
શિનોર તાલુકામાં શુક્રવારે આરોગ્ય તંત્ર દ્વારા 30 એન્ટિજન ટેસ્ટ કરાયા હતા તે તમામ નેગેટીવ આવ્યા છે. તારીખ 3 જૂન ના 140 આરટીપીસઆરનું વડોદરાથી રિજલ્ટ આવતા તે પણ તમામ નેગેટીવ આવ્યા છે. આમ શિનોર તાલુકામાં સતત પાંચમાં દિવસે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. શુક્રવારે 141 આરટીપીસીઆરના સેમ્પલ વડોદરા તપાસ માટે મોકલ્યા છે. શિનોર આરોગ્ય તંત્રના 3 પીએચસી દ્વારા શુક્રવારે શિનોર પીએચસી દ્વારા 10, સીમળી પીએચસી દ્વારા 10 અને સાધલી પીએચસી દ્વારા 10 એન્ટિજન ટેસ્ટ કરાયા હતા તે તમામ નેગેટિવ આવ્યા છે.તા 3 જૂનના આરટીપીસીઆરના 140 સેમ્પલનું પણ રિજલ્ટ આવતા તમામ નેગેટિવ છે. આમ શિનોર તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આમ કોરોના શિનોર તાલુકામાંથી વિદાય લઈ રહ્યો હોય તેમ લાગે છે. આરોગ્ય તંત્ર દ્વારા હજુ પણ સજાગ રહીને કોરોના લગતા ટેસ્ટ ચાલુ રખાયા છે. શુક્રવારે પણ 141 આરટીપીસીઆરના સેમ્પલ લઈને વડોદરા તપાસ માટે મોકલ્યા છે.

અન્ય સમાચારો પણ છે...