રસીકરણ:શિનોરમાં કોરોના રસીના કેમ્પમાં 110 લાભાર્થીઓએ વેક્સિન લીધી

શિનોર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાની રસીના કેમ્પમાં વેક્સિન લેવા આવેલ લાભાર્થીઓ. - Divya Bhaskar
કોરોનાની રસીના કેમ્પમાં વેક્સિન લેવા આવેલ લાભાર્થીઓ.

શિનોર મુકામે મંગળવારે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ વકફ કમિટી તથા વડોદરા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા કોરોના રસીનો કેમ્પ યોજાયો હતો. જેમાં બપોર સુધી 110 જેટલા લાભાર્થીઓને પ્રથમ તેમજ બીજો ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું હતું. શિનોર મુકામે કોરોના રશીકરણ માટે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ વકફ કમિટી દ્વારા વડોદરા જિલ્લા આરોગ્ય શાખાના સહયોગથી મંગળવારના રોજ રખાયેલ કેમ્પમાં લાભાર્થીઓ અને ટ્રસ્ટના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા કલ્લા શરીફના મુસ્તાક અલીબાવા, સૈયદ કલીમ અઝહરબાવા અને તા.પ.પ્રમુખ સચિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મુસ્તાક અલીબાવાએ આ પ્રસંગે સર્વે ભાઈઓ અને બહેનોને કોરોનાના કારણે કેટલાય પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હાલ ભારત દેશ કોરોના સામે લડી રહ્યો છે. કોરોનાનો માત્ર એક જ ઈલાજ છે તે કોરોના વેક્સિન. તો કોઈ પણ ખોટી વાતોમાં આવ્યા વગર કોરોનાની રસી લેવા લોકોને આહવાન કર્યું હતું.

મંગળવારે રખાયેલ આ કેમ્પમાં કોવિશીલ્ડ વેક્સિન 18 વર્ષથી 44 વર્ષ અને 45 વર્ષથી ઉપરના દરેક સ્ત્રી, પુરુષ અને યુવાનોએ પ્રથમ તેમજ બીજો ડોઝ મળી કુલ 110 જેટલા લાભાર્થીઓએ કોરોના રસી લીધી હતી. શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.સીરાઝ પઠાણ, ડો. જીગ્નેશ વસાવા, તેમજ સ્ત્રી આરોગ્ય કાર્યકર કારીસ્મા બેન, ભાવનાબેન, હેમાંગી બેન,ગીતાબેન, ફરહીંબેન, પ્રિયા રાઠવા, MPHW મિતેષ પટેલ અને મહેતાબ અન્સારીએ સેવા આપી હતી. શિનોર ફૈઝ ટ્રસ્ટના યુવાનો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...