તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર:શિનોરમાં બીજી લહેરના અંતમાં કોરોનાને કારણે 1 વ્યક્તિનું મોત

શિનોર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિનોરના જ વતનીનું મૃત્યુ થયું હોવા છતાં તાલુકા હેલ્થ કચેરી અજાણ
  • તાલુકામાં કુલ 30,120 વ્યક્તિઓએ રસીકરણનો લાભ લીધો

શિનોર આરોગ્ય તંત્ર દ્વારા રૂટિન મુજબ 30 એન્ટિજન ટેસ્ટિંગ અને 45 આરટીપીસીઆર સેમ્પલ લીધા છે. મોટા ફોફળીયા CHCમાં સોમવારે કોઈ ટેસ્ટિંગ થયું નથી. શિનોરમાં કોરોના પોઝિટિવ આવેલા એક ઈસમનું સોમવારે મૃત્યુ થતાં બીજી લહેરના અંતમાં એક મૃત્યુ કોરોનાથી થયું છે. તાલુકામાં વેક્સિનના ડોઝ ઓછા આવે છે છતાં આરોગ્ય તંત્ર કસર કરીને વધુને વેક્સિન આપે છે.

તારીખ 11 જુલાઈના રોજ 300 સામે પ્રથમ ડોઝ 191 અને સેકન્ડ ડોઝ 127 મળી 318ને વેક્સિન આપી કુલ આંક 30,120 થયો છે. શિનોરનું એક દંપતી વડોદરા ખાનગી દવાખાને કોરોના પોઝિટિવ આવતાં તારીખ 9 જુલાઈના રોજ દાખલ થયેલ પત્નીની તબિયત સારી છે. જ્યારે પતિ જેઓ કરજણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે નોકરી કરે છે તેઓ હેમંતકુમાર કનક કુમાર જીનવાલા આશરે 56 વર્ષનું કોરોનાથી મૃત્યુ પામેલ છે.

શિનોરના વતનીનું મૃત્યુ થયું હોવા છતાં શિનોર તાલુકા હેલ્થ કચેરીમાં જાણકારી નથી એ આરોગ્ય તંત્રની પોલ ખુલ્લી પાડે છે. એન્ટિજન આરટીપીસીઆરના ટેસ્ટિંગ કાગળ પર કરાતા હોવાની બૂમ ઉઠી છે. સાધલી PHCમાં વેક્સિન બંધ હતું પરંતુ ટિમ્બરવા સબસેન્ટરમાં જાણ કર્યા વગર આજે વેક્સિનેશન કાર્યક્રમ રખાયો હતો. જેથી સાધલી PHCમાં આવેલા લોકોને ધક્કા ખાવાનો વારો આવતાં વેક્સિન મુકવા આવેલાઓમાં ભારે રોષ હતો. વેક્સિનના અપૂરતા ડોઝ સામે ધારાસભ્ય સહિત તમામ નેતાઓ મૂંગા મંતર બનેલ છે.

અન્ય સમાચારો પણ છે...