ચાઇના દોરીનો ભોગ:શિનોરમાં ચાઇના દોરીથી ગળું કપાતાં વધુ 1 ઘાયલ

શિનોર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ એક બાળકી ચાઇના દોરીનો ભોગ બની હતી

વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ 3થી 17 જાન્યુઆરી સુધી મકરસંક્રાંતિ પર્વના સંદર્ભે હુકમો બહાર પાડી ચાઈનીઝ દોરીના વેચાણ સંગ્રહ અને વાપરનારા ઉપર તથા અન્ય પ્રતિબંધો લાગેલા છે, છતાં પણ શિનોર તાલુકામાં ચાઈનીઝ દોરા તથા તુક્કલો ખાનગી ધોરણે વેચાઈ રહ્યા છે. જેના કારણમાં અન્ય દોરાની રીલો કરતાં આ ચાયનાની દોરાની રીલો ઘણી સસ્તી મળે છે. મંગળવારે માલસર ગામે એક માસૂમ બાળકી ચાઇના દોરીનો ભોગ બનેલ. સદનસીબે કોઈ મોટી ઈજા થઈ નહોતી.

જ્યારે બુધવારે તા. 11ના રોજ અવાખલ ગામના ભરતભાઈ પટેલ નવાગામથી પોતાના ખેતર તરફ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે એક ચાઈનીઝ દોરી તેમના ગળા પરથી સીધી પસાર થતાં લોહી નીકળી આવ્યું હતું. તાત્કાલિક તેમને ખાનગી દવાખાને લઈ ગયા હતા. જ્યાં ડોક્ટર દ્વારા લોહી બંધ કરી તેમને ગાળાના ભાગે 14 ટાંકા લેવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સારી છે. શિનોર પોલીસે માઇક દ્વારા તાલુકા મથકે ચાઈનીઝ દોરી નહીં વાપરવા સૂચનાઓ આપી હોવા છતાં તાલુકામાં પ્રતિબંધિત દોરી તથા તુક્કલો વેચાઈ રહ્યા છે એ હકીકત છે.

અન્ય સમાચારો પણ છે...