કોરોના ઇફેક્ટ:સેલંબાના બજારમાંથી લારીઓ હટાવીને શાકમાર્કેટ દૂર બનાવ્યું

સેલંબા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલંબા બજારમાંથી લારીઓ હટાવી નગરથી દૂર શાકમાર્કેટ ઊભું કરાયું હતું.તંત્રે નક્કી કરેેલી સમય મર્યાદામાં સવારે 7થી 11ના ગાળામાં લોકો ખરીદી કરી રહ્યા છે. - Divya Bhaskar
સેલંબા બજારમાંથી લારીઓ હટાવી નગરથી દૂર શાકમાર્કેટ ઊભું કરાયું હતું.તંત્રે નક્કી કરેેલી સમય મર્યાદામાં સવારે 7થી 11ના ગાળામાં લોકો ખરીદી કરી રહ્યા છે.
  • લોકડાઉનની અસરના પગલે સેલંબાના રસ્તા સૂમસામ બન્યાં
  • નક્કી સમય મર્યાદામાં સવારે 7થી 11માં જ ખરીદી કરી શકાશે

સેલંબાઃ કોરોના વાઈરસને પગલે અપાયેલા લોકડાઉન બાદ જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે તંત્ર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે અંર્ગત સાગબારા તાલુકાના વેપારી મથક ગણાસા સેલંબામાં તંત્રએ શાકભાજી માર્કેટની અલાયદી વ્યવસ્થા ઊભી કરી છે. સાવચેતીના ભાગરૂપે નગરમાંથી તમામ લારીઓને હટાવી થોડે દૂર આવેલા માર્કેટયાર્ડ ખાતે આ માર્કેટ ઊભું કરવામાં આવ્યું છે.
લારીઓને હટાવી દેવાતાં માર્ગો સૂમસામ નજરે પડ્યા
નર્મદા  જિલ્લાના સાગબારા તાલુકાનું વેપારી મથક સેલંબા જ્યાં તાલુકાના આસપાસના ગામના લોકો તમામ ચીજ વસ્તુઓની ખરીદી કરવા આવે છે. હાલમાં ચાલી રહેલા કોરોના વાઈરસના કહેર વચ્ચે તાલુકાની આસપાસના ગામોએ બહારના લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે. જેમાં ખોચરપાડા, ખામપાડા, પાંચપીપરી, ખોપી, દેવસાકી જેવા ગામોના આગેવાનોએ પોતાના ગામના લોકોની સુરક્ષા અર્થે બહારના લોકોના પ્રવેશ ઉપર રોક લગાવી છે. આવા સંજોગોમાં સેલંબામાં પણ તંત્રએ સાવચેતીના ભાગરૂપે શાકભાજીનું વેચાણ કરતા છૂટક વેપારી અને લારી ધારકો માટે નગરથી દૂર આવેલા માર્કેટ યાર્ડ ખાતે અલાયદું શાક માર્કેટ ઊભું કર્યું છે. જ્યાં સવારે 7થી 11 વાગ્યા સુધીની નક્કી કરેલી સમય મર્યાદામાં લોકો આવીને પોતાની જરૂરીયાત મૂજબની શાકભાજી ખરીદી રહ્યા છે.નગરમાંથી લારીઓને હટાવી દેવાતાં માર્ગો સૂમસામ નજરે પડી રહ્યા છે. તો લોકડાઉનની સંપૂર્ણ અમલવારી માટે પોલીસ તંત્ર પણ કામમે લાગ્યું છે. જીવન જરૂરી ચીજ વસ્તુ ખરીદવા નક્કી થયેલી સમય મર્યાદા સિવાય લોકો પણ સ્વૈચ્છિક રીતે ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે.  

અન્ય સમાચારો પણ છે...