ભાદરવા પોલીસના દરોડા:સાવલીના મંજુસરની બંધ ફેક્ટરીમાં બનાવેલા 20X20ના ભોયરામાંથી 30 લાખનો દારૂ જપ્ત, અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો

સાવલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
મંજુસરની પ્રાઈમ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી વિપુલ માત્રામાં ઝડપાયેલો વિદેશી દારૂનો જથ્થો નજરે પડે છે. - Divya Bhaskar
મંજુસરની પ્રાઈમ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી વિપુલ માત્રામાં ઝડપાયેલો વિદેશી દારૂનો જથ્થો નજરે પડે છે.
  • વિવિધ બનાવટની 500થી વધુ દારૂની પેટીઓ મળી આવી
  • મંજુસર GIDCની પ્રાઇમ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ફેક્ટરીમાં ભાદરવા પોલીસનો દરોડો

સાવલી તાલુકાના મંજુસર ગામે આવેલ પ્રાઈમ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ભાદરવા પોલીસે બંધ કંપનીમાં દરોડો પાડીને આશરે 30 લાખ ઉપરની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતાં પંથકમાં ચકચાર મચી છે. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સાવલી મંજુસર ખાતે આવેલા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કેટલાક સમયથી શંકાસ્પદ ગતિવિધિ ચાલી રહી છે તેવી માહિતી ભાદરવા પીએસઆઇ બી એન ગોહિલને મળી હતી. જેથી પોલીસ મથકના જવાનો તેમજ ખાનગી બાતમીદારોને કામે લગાડયા હતા.

દરમિયાન રાત્રિના સમયે પ્રાઈમ એસ્ટેટમાં એક બંધ ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સૌપ્રથમ ગોડાઉનના માલિક પાસે ચાવીની માગણી કરવામાં આવી હતી. પરંતુ ગોળ ગોળ જવાબ આપતાં ભાદરવા પોલીસે શટરનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તપાસ કરતાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સાથે ગોડાઉનમાં આવેલ પી વી સી ની બનાવટની ઓફિસનું તાળું ખોલીને ચેક કરતાં ભાદરવા પોલીસ ચોંકી ગઈ હતી. ઓફિસની નીચે બનાવેલ આશરે વીસ બાય વીસના ભોયરામાં 500થી વધુ વિવિધ બનાવટની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.

ભાદરવા પોલીસે ઝડપાયેલ સમગ્ર જથ્થાની ગણતરી કરીને તેમજ ગોડાઉનના માલિકની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે સાથે ફરાર બૂટલેગર તેમજ આ જથ્થો કોનો છે, ક્યાં અને કેવી રીતે આવ્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે. મોડી સાંજ સુધી હજુ વિદેશી દારૂની બોટલોની અને કુલ જથ્થાની વિગત અને કિંમત મળી શકી નથી. આમ ભાદરવા પોલીસને જિલ્લામાં સૌથી મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.

પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લાની હદો તાલુકાને અડીને હોવાથી બેરોકટોક દારૂની હેરફેર થઇ રહી છે
સાવલી તાલુકો વિદેશી દારૂની હેરફેર માટે સ્વર્ગ સમાન છે જેનું મુખ્ય કારણ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ છે. પંચમહાલ, ખેડા અને આણંદ જિલ્લાની હદો તાલુકાની સરહદને અડીને ચાલુ થાય છે. જેના કારણે બેરોકટોક વિદેશી દારૂની હેરફેર થાય છે. સાથે સાથે બૂટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરફેર માટેની મોડસ ઓપરેન્ડી બદલાતાં પોલીસ વિભાગ માટે તે માથાનો દુખાવો સાબિત થયું છે. તેવામાં છેલ્લા ઘણા સમયથી બૂટલેગરો દ્વારા તાલુકા અને જિલ્લાના વિવિધ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટોમાં ગોડાઉનો બનાવતાં પોલીસ માટે પડકારજનક થઈ ગયું છે.

સાવલી તાલુકામાં એક હજારથી વધુ ઔદ્યોગિક એકમો પથરાયેલા છે અને તેમાં બનતી વિવિધ ઉત્પાદનની ચીજવસ્તુઓ અને રો મટીરીયલ તરીકે હજારો કન્ટેનર અને ભારદારી વાહનો અવર જવર કરે છે. પરિણામે કયા ભારદારી વાહનમાં શું માલનો જથ્થો છે તે જાણવું પોલીસ માટે અઘરું બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...