લવ જેહાદ રોકવા માગ:લવ જેહાદના બનાવોને રોકવા માટે કડક કાનૂન બનાવવા માગ

સાવલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સાવલી પ્રાંત અધિકારીને આવેદન અપાયું

લવ જેહાદની ઘટનાઓ વિરુદ્ધ હિન્દુ મહિલાઓને સુરક્ષા આપવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને શનિવારે સાવલી પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે. દિલ્હીમાં શ્રદ્ધાની હત્યા પછી ધાર્મિક સંગઠનો મોહિમ ચલાવી રહી છે. શ્રદ્ધાનો ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલે છે.

દેશમાં લવ જેહાદની થયેલી ઘટનાઓ પણ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે છે. ત્યારે કેન્દ્ર સરકાર જેહાદ વિરુદ્ધ તરત કાનૂન બનાવે અને લવ જેહાદ ઘટનાઓ વિશે સમાજને સાવધાન કરે તે જરૂરી છે. આવેદનપત્રમાં હરિયાણામાં નિકિતા તોમરની હત્યા, દિલ્હીમાં હિન્દુ છોકરીની ગોળી મારીને હત્યા, ઝારખંડમાં હિન્દુ બેટીની હત્યા, દિલ્હીમાં શ્રદ્ધાના ટુકડે ટુકડા કરી હત્યા, ગુજરાતના વડોદરામાં ધર્મ છુપાવીને હિન્દુ બેટી સાથે લગ્ન કરી ધર્મ પરિવર્તન માટે ધમકાવવા જેવા બનાવોનો ઉલ્લેખ કરી આવી ઘટનાઓ રોકવામાં આવે તેમજ કેન્દ્ર સરકાર કડક કાનૂન બનાવીને દેશની બહેન બેટીઓની રક્ષા કરે તેવી માગણી કરવામાં આવી છે. શનિવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધિકારીઓ અને આગેવાનોએ સાવલી પ્રાંત અધિકારીને રાષ્ટ્રપતિને સંબોધીને આ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...