તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુભારંભ:વડાપ્રધાનના જન્મ દિવસે વિવિધ યોજનાઓ શરૂ થશે, મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ શુભારંભ

સાવલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 લાખથી વધુ માતાઓ-બહેનોને ઝીરો ટકા વ્યાજ લોન ધિરાણ આપવાની પણ યોજના છે

તાલુકામાં આવતીકાલે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે જિલ્લાના તાલુકાના 7503માંથી 124 સ્વ સહાય જૂથની 3050 જેટલી મહિલાઓને મુખ્યંત્રીશ્રી ઉત્કર્ષ યોજના અંતર્ગત આજીવિકા માટે વિવિધ સ્વરોજગારીની પ્રવૃત્તિ માટે આર્થિક ઉપાર્જન માટે વિવિધ મહિલા ઉત્કર્ષ યોજનાનો શુભારંભ માટીકામ બોર્ડના અધ્યક્ષ દલસુખભાઈ પ્રજાપતિ તેમજ માજી મેયર ભરત ભાઈ ડાંગરના હસ્તે આવતીકાલે ઉદઘાટન તેમજ વિતરણ કરવામાં આવશે છે.

આવતીકાલે 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિન હોય આ દિવસને વડોદરા શહેર તેમજ જિલ્લામાં નારી સશક્તિકરણ પર્વ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેનું ઉદઘાટન આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ શુભારંભ કરાવશે. જેમાં રાજ્યના પ્રત્યેક જૂથોને રૂપિયા એક લાખનું હાર્દિક ધિરાણ કરી મહિલાઓની આજીવિકામાં વધારો કરવાનો મુખ્ય હેતું છે. આ મહિલા જૂથો સાથે સંકળાયેલ 10 લાખ મહિલાઓનું સશક્તિકરણ કરવાની યોજના છે. સમગ્ર યોજનાનું ઇ-લોન્ચિંગનું જીવન પ્રસાર કરવાનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આ યોજના અન્વયે રાજ્યની 10 લાખથી વધુ માતાઓ અને બહેનોને ઝીરો ટકા વ્યાજ લોન ધિરાણ આપવાની યોજના છે. અમારી બાદ બદલાયેલી આર્થિક અને સામાજિક જીવનશૈલીમાં મહિલા શક્તિ માતા બહેનો ની આત્મનિર્ભરતાનો નવમાં ખુલશે જેના માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને 16 સભ્યોની સમિતિની રચના પણ કરવામાં આવેલ છે. આવતીકાલે વડોદરા શહેર કરજણ, સાવલી ખાતે આ કાર્યક્રમ યોજાનાર છે, અન્વય કેટલીક બેંકો સાથે એમઓયુ કરાર કરી દરેક કાર્યક્રમ ગીત સ્વસહાય જૂથ મહિલાઓને ધિરાણ-મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવશે.

જેમાં વડોદરા જિલ્લાને 8 તાલુકાની 3050 જેટલી મહિલાઓને આજીવિકા માટે તેમજ સ્વરોજગારીની પ્રવૃત્તિ માટે રૂપિયા 446.06 લાખનું ધિરાણ કરવામાં આવનાર છે. જે માટે બેંક લોન વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને તે માટે સહકારી બેંકો ખાનગી બેંકો અને આરબીઆઇ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી લોન આપવામાં આવશે. સાવલીમાં યોજાનાર મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો શુભારંભ કરવા માટે માટીકામ બોર્ડના અધ્યક્ષ દલસુખભાઈ પ્રજાપતિ પૂર્વ મેયર ભરત ભાઈ ડાંગર તેમજ ધારાસભ્ય કેતન ઇનામદાર નમસ્તે વિતરણ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...