આજે સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે વડોદરાના સાવલી તાલુકાના ટુંડાવ ગામે આવેલ ઈન્ડો એમાઇન્સ કંપની અનોખી રીતે છેલ્લા ત્રણ વર્ષોથી વર્ષના 365 દિવસો પર્યાવરણના જતન માટે વૃક્ષોનું વાવેતર કરે છે. આ અભિયાન માટે કંપનીના ગુજરાત સ્થિત ટુંડાવ સહિત અને મહારાષ્ટ્રના ડોમ્બીવલી પ્લાન્ટના 850 કર્મચારીઓને વૃક્ષ વાવવાના અભિયાન સાથે સીધા જોડ્યા છે.
કંપનીના ડાયરેક્ટરો વિજય પાલકર અને રાહુલ પાલકરને વિચાર આવ્યો કે પર્યાવરણને પ્રદૂષિતથી બચાવવા વૃક્ષોનું વાવેતર મહત્વપૂર્ણ છે. આથી તેમણે કંપનીના તમામ 850 કર્મચારીઓના જન્મદિવસ સાથે વૃક્ષ વાવેતરના અભિયાનને જોડી દીધું.
ઈન્ડો એમાઇન્સ કંપનીના ગુજરાત અને મહારાષ્ટ્ર પ્લાન્ટના દરેક કર્મચારીને તેમના જન્મ દિવસે કંપની દ્વારા જન્મદિવસની શુભેચ્છા સાથે બે વૃક્ષો ભેટ આપવાનું નક્કી કરાયું અને દરેક કર્મચારીને જન્મદિવસે છેલ્લા ત્રણ વર્ષોથી બે વૃક્ષો ભેટ અપાય છે. કર્મચારી એક વૃક્ષ કંપનીના પરિસરમાં વાવે છે અને બીજું વૃક્ષ તેમના ઘર પાસે વાવે છે. આમ કંપનીના 850માંથી પાંચથી વધુ કર્મચારીઓનો જન્મદિવસ વર્ષના કોઈકને કોઈક દિવસ ચાલતો હોય છે. આમ કંપની દ્વારા વર્ષના 365 દિવસ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણનું જતન કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.