તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાશકારો:સાવલીના શાક માર્કેટને ધારાસભ્યની મધ્યસ્થતા બાદ ફરીથી ખુલ્લું મુકાયું

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાનોના બાકી પડતા હપ્તાના કારણે ચીફ ઓફિસર દ્વારા તાળું મારી દેવાયું હતું
  • દુકાનદારોએ માસિક રૂા. 4500 ચૂકવીને બાકી પડતા નાણાંની પૂર્તતા કરવાનું નક્કી કરાયું

સાવલી નગરના આવેલી નવીન બનેલા શાકમાર્કેટ ને ચીફ ઓફિસર દ્વારા તાળું મારી દેવાની ઘટનામાં ધારાસભ્યની મધ્યસ્થતા બાદ માર્કેટ પુનઃ ધમધમી ઉઠી છે.ગત રોજ રાત્રીના સમયે સાવલી ચીફ ઓફિસર દ્વારા નગરની મધ્યમાં આવેલા રંગાઈ કાંસ ઉપર બનેલ નવીન શાકમાર્કેટને દુકાનોના બાકી પડતા હપ્તાના કારણે ચીફ ઓફિસર દ્વારા તાળું મારવામાં આવ્યું હતું.

ત્યારબાદમાર્કેટમાં આવેલા 70થી વધુ દુકાનદારોએ ભારે હોબાળો મચાવીને ચીફ ઓફિસરનો ઘેરાવો કર્યો હતો અને ભારે અરાજકતા ફેલાઈ હતી. તેવામાં ગુરુવારે સવારે ધારાસભ્ય કેતન ઇનામદાર મધ્યસ્થતા બાદ મામલો થાળે પડ્યો હતો. નવી ફોર્મ્યુલા પ્રમાણે તમામ દુકાનદારોએ બાકી પડતા નાણાં દૈનિક 150 રૂપિયા લેખેના હપ્તાથી માસિક 4500 રૂપિયા પ્રમાણે ચૂકવીને બાકી પડતા નાણાંની પૂર્તતા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ ગતરાત્રીથી વેપારી અને પાલિકા વચ્ચેનો વિવાદ શાંત થવા પામ્યો છે.

વિકાસ ફંડની પાવતીના કારણે બાકીના હપ્તા ચૂકવતા ન હતા
માસિક 4500 રૂપિયાના હપ્તાથી બાકી નાણાં ચૂકવવાના છે. રકમ પૂરી થયા બાદ આ રકમની પાવતી વિકાસ ફંડ નહિ પણ ડિપોઝિટ પેટે રકમ ચૂકવી હોવાની વેપારીઓને પાવતી આપવામાં આવશે. આમ વિકાસ ફંડની પાવતીના કારણે વેપારીઓ બાકીના હપ્તા ભરતા નહતા. પરંતુ ગુરુવારે ધારાસભ્યની ખાતરી બાદ નાણાં ભરવા સૌ રાજી થઈ ગયા છે. સાથે સાથે પાલિકા લાઈટ, પાણી અને શૌચાલયની સુવિધા પૂરી પાડશે. - સિરાજભાઈ, ગુજરાતી માર્કેટના અગ્રણી વેપારી

નગરપાલિકા ખાનગી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા વેપારીઓને છેતરતી હોવાની શંકા
સમગ્ર માર્કેટનું બાંધકામ જ ગેરકાયદેસર છે. કારણકે આ રંગાઈ કાંસ સિંચાઇ વિભાગની મિલકત છે, પાલિકાની નહિ. સિંચાઇ વિભાગે લેખિતમાં જણાવ્યું છે કે અમે કાંસનો કબજો પાલિકાને સુપરત નથી કર્યો કે બાંધકામ માટે પણ પરમિશન નથી આપી. આ બાબતે સાવલી કોર્ટમાં કેસ પણ ચાલે છે. અને આગામી 22મી સપ્ટેમ્બરના રોજ પાલિકાને નામદાર કોર્ટે રંગાઈ કાસના માલિકીના પુરાવા સાથે કોર્ટમાં હાજર રહેવા માટેનું કહ્યું છે. આમ પાલિકા ખાનગી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે નગરજનો અને ગરીબ શાકભાજીના વેપારી ઓને છેતરી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. - કલ્પેશ પટેલ, સાવલી પાલિકાના કોર્પોરેટર અને શહેર કોંગ્રેસ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...