સાવલીના પી.એસ.આઇ અલ્પેશ મહિડાની છ માસ પૂર્વે સાવલી પોલીસ મથકથી પાદરા ખાતે બદલી થઈ હતી. ત્યારબાદ નવા પીએસઆઇના સમયમાં સાવલીમાં વારંવાર કોમી છમકલાના બનાવો અને રાયોટિંગ નોંધાવા પામ્યા હતા અને નગરનું વાતાવરણ ભારે ડહોળાઈ ગયું હતું. જેના પગલે નવનિયુક્ત જિલ્લા પોલીસ વડાએ પાદરાથી પુનઃ અલ્પેશ મહિડાની સાવલી ખાતે બદલી કરાતા સમગ્ર તાલુકામાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી.
સામાન્ય રીતે પોલીસની છાપ પ્રજામાં અણગમો હોય છે અને પ્રજાજનોમાં પોલીસ પ્રત્યે રોષ હોય છે પરંતુ પીએસઆઇની કાર્યપદ્ધતિ તેમજ અરજદારોને શાંતિથી સાંભળીને ન્યાય આપવાની પદ્ધતિથી સમગ્ર તાલુકાનું દિલ જીતી લીધું હતું અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિ સાર્થક કરી હતી. જેને લઇને અલ્પેશ મહિડાની પ્રજાજનોમાં લોકચાહના વધી હતી અને તેઓની ફરીથી નિયુક્તિ થતા તાલુકાના સ્વયંભૂ આજરોજ તેઓ ફરજ પર હાજર થતા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વેલકમ કર્યું હતું અને તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.