લોકોને હાલાકી:રાણીયાથી સમલાયા વચ્ચેનો રસ્તો ભંગાર , મસ મોટા ખાડાઓને લઈ રાહદારીઓને ભોગવવી પડતી આપદા

સાવલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાવલીના રાણીયાથી પસાર થતો સમલાયા રોડ પર પડેલા મસ મોટા ગાબડા અને બદતર હાલતમાં થઈ ગયો છે. - Divya Bhaskar
સાવલીના રાણીયાથી પસાર થતો સમલાયા રોડ પર પડેલા મસ મોટા ગાબડા અને બદતર હાલતમાં થઈ ગયો છે.
  • સત્વરે તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવે તેવી માગ ઉઠી છે

સાવલી તાલુકાના રાણીયાથી અંજેસર, ટુંડાવ અને સમલાયા રોડ પર પડેલા મસ મોટા ખાડાઓએ રાહદારીઓને ભારે આપદા ભોગવવાનો વારો આવ્યો છે અને વારંવાર અકસ્માતોના બનાવો બને છે. ત્યારે સત્વરે તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. સાવલી તાલુકાના રાણીયાથી વાયા અંજેસર અને ટુંડાવ સમલાયા રોડ ભારે ખખડધજ હાલતમાં થઈ ગયો છે. સમગ્ર પંથકના 50થી વધુ ગામોના લોકો આ રસ્તાથી અવર-જવર કરે છે અને વડોદરા તેમજ પંચમહાલ જવા માટે આ રોડ ભારે સરળ છે. પરંતુ આ રોડ બન્યાને ટૂંકા સમયમાં જ રોડ ભારે બિસ્માર હાલતમાં થઈ ગયો છે.

ઠેર ઠેર મસ મોટા ખાડાઓ પડી ગયા છે. આ પંથકની સગર્ભા મહિલાઓ બીમાર દર્દીઓ નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થી વર્ગને ભારે આપદા ભોગવવાનો વારો આવ્યો છે. આજુબાજુના ટુંડાવ, અંજેસર, નમીસરા, લામડાપુરા, પાલડી, શિવપુરા, સુભેલાવ, પસવા જેવા ગામના યુવકો અને નોકરીયાત વર્ગો વડોદરા અને જીઆઇડીસી જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. સાથે સાથે પાવાગઢ જવા માટે યાત્રાળુઓને આ રસ્તો સહેલો પડતો હોય આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે.

તેની સાથે સાથે રાણીયા પંથક અંજેસર પંથક ટુંડાવ પંથક શુભેલાવ પંથક અને સમલાયા પંથકના લોકોનો રોજનો આ રસ્તો છે. આ રોડના ખાડાઓએ લોકોને મુશ્કેલીમાં પારાવાર વધારો કર્યો છે. સાથે સાથે સમલાયા પંથક, ટુંડાવ પંથકમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં પણ ભારદારી વાહનો આ રસ્તાનો ઉપયોગ કરે છે. અધૂરામાં પૂરતું દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવેના કામકાજ કરતી એક ખાનગી એજન્સીનો વર્કશોપ અહીંયા હોઈ ઓવરલોડ વાહનો 24 કલાક અવર-જવર કરે છે.

તેના પરિણામે રોડ પર આશરે બે ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. જેના કારણે રીક્ષા, કાર અને બાઈક સવારોને વારંવાર અકસ્માત અને પંચર તેમજ પડી જવાના બનાવો નોંધાય છે. જાણવા મળ્યા પ્રમાણે આ રોડ સ્ટેટ માર્ગ અને મકાન વિભાગમાં આવે છે. પરંતુ તેઓ દ્વારા પણ આ રોડ બાબતે ભારે ઉદાસીનતા દાખવવામાં આવે છે. તેના પગલે સમગ્ર પંથકવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

હાઈવેની એજન્સીના વાહનોથી રોડ તૂટી ગયો છે
આવનાર સમયમાં સમગ્ર પંથકવાસીઓ સાથે રાખીને જિલ્લા કલેકટર અને પ્રાંત ઓફિસરને આવેદનપત્ર પાઠવનાર છે. જો આ બાબતે ત્વરિત નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રાજ્ય સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. અહીંથી પસાર થતાં દિલ્હી બોમ્બે હાઈવેની એજન્સીના ઓવરલોડ વાહનોથી તૂટી ગયો છે. તેમની સાથે રજૂઆત કર્યા પ્રમાણે નવો રોડ બનાવી આપવાની મૌખિક ગેરંટી આપી છે. તેમ છતાં આ રોડ નવો તો નથી બન્યો પણ રીપેર પણ થતો નથી. - ડો. પ્યારે સાહેબ રાઠોડ, સદસ્ય, ગોઠડા જિલ્લા પંચાયત

અન્ય સમાચારો પણ છે...