દુર્ઘટના:ડમ્પર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતાં ઘટનાસ્થળે મોત

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાદરવા પોલીસ મથકની હદમાં અકસ્માત સર્જાયો
  • પોલીસે​​​​​​​ ફરાર ટ્રક ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા

સાવલી તાલુકાના મંજુસર બસ સ્ટેન્ડ ઉપરથી પસાર થઈ રહેલા બાઈક ચાલકને ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.સાવલીના મંજુસર બસ સ્ટેન્ડ પરથી સિસવા તા. જિ. વડોદરા ગામે રહેતા કિરણભાઈ બાબુભાઈ સોલંકી ઉંમર વર્ષ આશરે 40 સાવલીથી પોતાના ગામ સિસવા તરફ પોતાની બાઇક નંબર GJO6LH 3369 લઈને જઈ રહ્યા હતા.

ત્યારે પાછળથી બેફામ રીતે આવતા ડમ્પર નંબર GJ 17 TT 9974ના ચાલકે બાઈક સવારને પાછળથી ટક્કર મારતા બાઈક સવારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મૃત્યુ નીપજયું હતું. બનાવના પગલે ભારે લોકટોળા ભેગા થઇ ગયા હતા. જ્યારે ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. ભાદરવા પોલીસે ઘટનાસ્થળે પહોંચી શબનો કબજો લઈને પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે. જ્યારે ફરાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...