સાવલી તાલુકાના મુવાલ રોડ પર છ વીઘા જમીન ખરીદી સાવલી ડેસર તાલુકાના ક્ષત્રિય સમાજની વાડી બનાવીને અર્પણ કરવાની બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપ સિંહ રાઉલજી દ્વારા જાહેરાત કરવામાં આવતા તાલુકાના ક્ષત્રિય સમાજમાં ભારે ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.
ગઈકાલે સાંજે મુવાલ વસનપુરા રોડ પર આવેલા ફાર્મ પર ક્ષત્રિય સમાંજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બંને તાલુકાના ક્ષત્રિય આગેવાનો ભારે ઉત્સાહપૂર્વક ભેગા થયા હતા. જેમાં મુખ્યત્વે ક્ષત્રિય સંત ગોપાલ ગીરીજી મહારાજ બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી ક્ષત્રિય આગેવાન મહેન્દ્રસિંહ રાણા, સાકરદા જિલ્લા પંચાયતના સદસ્ય કિરણસિંહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
જ્યારે અગાઉ ક્ષત્રિય સમાજનું સંમેલન હતું તે વેળાએ તાલુકામાં ક્યાંય જગ્યા ન મળતા સાવલીના માજી સરપંચ હસુભાઈ પટેલ દ્વારા પોતાના ઉભા પાકમાં ટ્રેક્ટર ચલાવીને સંમેલન કરવા માટે ક્ષત્રિય સમાજને જમીન આપવામાં આવી હતી.
કુલદીપસિંહ રાઊલજી દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં સમગ્ર સમાજની આઝાદીના સમયથી પોતાની અલગ વાડી હોવાની માંગણીઅને લાગણી હતી. શુક્રવારે કુલદીપસિંહ દ્વારા સ્વ ખર્ચે મુવાલ રોડ પર સાડા 6 વિઘા જમીન ખરીદીને વાડી બનાવીને સમાજને અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવતા 500થી વધુ હાજર ક્ષત્રિય સમાજના હાજર અગ્રણીઓએ જાહેરાતને સહર્ષ વધાવી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.