તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાવલી તાલુકાના વડદલા ગામે યુવતી સાથે પ્રેમ પ્રકરણના અદાવતમાં મારામારી થવાના પ્રકરણમાં બંને કોમના ટોળા સામસામે આવી જતાં કુલ 6 ઈસમોને ઈજા થવા પામી છે. સાવલી પોલીસે બંને જુથની સામસામે ફરિયાદ લઈને રાયોટીંગનો ગુનો 23 ઈસમો સામે દાખલ કરીને તપાસ હાથ ધરી છે. સાવલી તાલુકાના વડદલા ગામે ગત રાત્રીના સમયે લઘુમતી કોમની યુવતી સાથે પ્રેમ પ્રકરણના સંબંધમાં મહિના અગાઉ બંને કોમના આગેવાનો એ સામસામે સમાધાન કરી લીધું હતું. તેવામાં ગતરોજ રાહુલ નામના યુવકે અહેમદ પઠાણ સાથે ઝઘડો કરીને વાતાવરણ ઉગ્ર કર્યું હતું.
તેમાં ગામના આગેવાનોએ ઘનશ્યામ ગોહીલના ઘરે જઈને જણાવેલ કે આપણા ઝઘડા બાબતે સમાધાન થયેલ છે છતાં ઝઘડો કેમ કરો છો તેવુ કહેતા ઉગ્ર થઇ ગાળાગાળી કરી મારામારી થતાં જોતજોતામાં બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા. લાઈટો બંધ કરીને પથ્થરમારો શરૂ કર્યો હતો તેમજ લાકડીથી મારામારી થઈ હતી. સદર બનાવમાં કુલ 6 ઈસમોને ઇજા થવા પામી હતી.
બનાવના પગલે સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ વધુ ન વણશે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ફરિયાદી ગમીરસિંહ ઉદેશી ગોહિલ રહે. વડદલા તાલુકો સાવલીની ફરિયાદના આધારે 11 ઈસમો સામે તેમજ ફરિયાદી હસન ખાન મહંમદખાન પઠાણ રહે. વડદલાની ફરિયાદના આધારે 12 ઈસમો સહિત કુલ બંને કોમના 23 ઈસમો સામે રાયોટીંગનો ગુનો નોંધી 6 ઇસમો ને ઝડપી અને જેલ ભેગા કર્યા છે.
સદર બનાવના પગલે જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈ તેમજ નાયબ જિલ્લા વડા સુદર્શનસિંહ વાળાએ વડદલા ગામની મુલાકાત લઈ શાંતિ સમિતિની મીટિંગ યોજી બંને કોમના આગેવાનોને બોલાવીને સમજાવીને શાંતિ રાખવા તેમજ કોમી એખલાસ ભર્યું વાતાવરણ રાખવા અપીલ કરી હતી. જ્યારે વડદલા ગામે સાવલી પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.