સાવલીના પોઇચા (રાણીયા) ગામે કેનાલમાં અજાણ્યા શખ્સો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જીપીસીબીના અધિકારીઓએ સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે.
સાવલીના રાણીયા પંથકમાં આવેલ પોઇચા રાણીયા ગામે પોઇચા માઇનોર કેનાલમાં કેટલાક અજાણ્યા ઈસમો ટેન્કર દ્વારા પાઇપ વડે કેમિકલ ખાલી કરી રહ્યા હતા. તે વેળાએ રાઠોડ નરેન્દ્રસિંહ પ્રભાતસિંહ પોતાના ખેતરમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓએ ટેન્કરમાંથી કેનાલમાં પાણી છોડતા જોઈ જતા ટેન્કર ચાલકને પૂછતા આ પાણી રાકેશ પટેલ નામના ઇસ્મે નાખવા મોકલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અને રાણીયા ગામ પાછળ આવેલ કોઈ કંપનીનું પાણી છે અને નવા જોવાનું પાણી હોવાનું ટેન્કર ચાલકે જણાવ્યું હતું.
અને પોતાની ભૂલ થઈ ગઈ હોવાનું કબૂલ્યું હતું. બનાવના પગલે ખેડૂતે વીડિયો બનાવીને પોતાના ખેડૂત વોટસએપ ગ્રુપમાં વાઈરલ કરતા ગ્રામજનો અને સરપંચ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ નજીકના દોડકા આઉટ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને મોડી સાંજે જીપીસીબીના અધિકારીઓને જાણ કરતાં તેઓએ પણ ઘટનાસ્થળે આવીને દૂષિત પાણીના સેમ્પલ લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.