તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સાવલીમાં સ્વામીજીની સમાધિનો 25મો ઉત્સર્ગ મહોત્સવ યોજાશે

સાવલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સ્વામીજી સાવલીવાળા. - Divya Bhaskar
સ્વામીજી સાવલીવાળા.
 • સ્વામીજી સાવલીવાળાના સમાધિના 25 વર્ષ પૂર્ણ થશે

વિશ્વ પ્રસિદ્ધ સંત શિરોમણી સ્વામીજી સાવલી વાળાના સમાધિ મંદિરના સ્થાપનને 25 વર્ષ પૂર્ણ થતા આ મહા પ્રસંગની ઉજવણી સ્વરૂપ પોષ વદ અમાવાસ્યા તારીખ 11 ફેબ્રુઆરી 2021ને ગુરુવારે સહસ્ત્ર કળશ સ્નપ્ન મહા અભિષેકનો અદભુત પ્રયોગ શાસ્ત્રોકત વિધિ વિધાન અનુસાર યોજવામાં આવશે.

સનાતન હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર પોષ વદ અમાવાસ્યાને તારીખ 11 ફેબ્રુઆરી 2021ને ગુરૂવારના રોજ એક સાથે સાત નક્ષત્રોનો અનોખો સંગમ યોજાનાર છે. પૂજ્ય સ્વામીજીના સમાધિ મંદિરની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા સહસ્ત્ર કળશ સ્નપ્ન મહા અભિષેકનું ભવ્ય આયોજન સ્વામીજીના સમાધિ મંદિર સમક્ષ રાખેલ છે. આ મહા અભિષેક પ્રયોગ સવારે 08:00 કલાકે આરંભ થઇ સંધ્યાકાળે 4:00 કલાકે પૂર્ણતાને પામશે તે દરમિયાન સાંજના 4:00 કલાકે મહાઆરતીનું આયોજન કરાયું છે. ભીમનાથ મહાદેવના પાછળ ગેબીનાથ યજ્ઞશાળામાં પરંપરા મુજબ દર અમાવસ્યા એ હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન પણ રાખ્યો છે. આ હોમાત્મક લઘુરુદ્ર યાગનો આરંભ સવારે 08:00 કલાકે કરાશે અને બપોરે 1.30 કલાકે શ્રીફળ હોમી પૂર્ણાહુતી પામશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો