તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટનાઓ અટકશે:લાંછનપુર મહીમાં 150નો જીવ લેનાર હાથિયા ધરાને પૂરવા તંત્રે કમર કસી

સાવલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાવલીના લાછનપુરા ગામે આવેલ કુખ્યાત હાથીયા ધરાને પૂરવા માટે નિરીક્ષણ કરતા ધારાસભ્ય અને અધિકારીઓ નજરે પડે છે. - Divya Bhaskar
સાવલીના લાછનપુરા ગામે આવેલ કુખ્યાત હાથીયા ધરાને પૂરવા માટે નિરીક્ષણ કરતા ધારાસભ્ય અને અધિકારીઓ નજરે પડે છે.
  • તાજેતરમાં જ બે તબીબી વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો
  • ધારાસભ્ય અને અધિકારીઓની ટીમે લાંછનપુર જઈને સ્થળનું નિરીક્ષણ કરી સૂચન કર્યા

સાવલીના લાંછનપુરા ગામે પસાર થતી મહીસાગર નદીમાં નાહવા માટે તેમજ પર્યટક સ્થળ તરીકે યુવક-યુવતીઓનું ભારે પ્રિય સ્થળ છે શનિ રવિ અને વારે તહેવારે તેમજ હોળી ધુળેટી પર્વ નિમિત્તે ખુબ જ મોટી સંખ્યામાં યુવક યુવતીઓ અહીંયા આવે છે અને નાહવા મસ્તીમાં ધીંગા મસ્તીમાં સેંકડો યુવક-યુવતીઓએ કૂખ્યાત હાથીયા ધરામાં ડૂબીને જીવ ગુમાવ્યો છે. વારંવાર બનતી ઘટનાઓના કારણે હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે જિલ્લા કલેક્ટર સાથે આ નદીના પટમાં પ્રવેશ મંદિરનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવે છે. પરંતુ આડા દિવસોમાં ભૌગોલિક પરિસ્થિતિથી અજાણ યુવક-યુવતીઓ ડૂબીને જીવ ગુમાવે છે.

આ બાબતે ચિંતિત થઈને સાવલી પોલીસે પણ નદી પટમાં હાથીયા ધરામાં નાહવા જવાની અને પ્રવેશ કરવાની મનાઈ ફરમાવતા ચેતવણી બોર્ડ પણ માર્યું છે. પરંતુ તમામ ચેતવણીઓ અને પોલીસના બંદોબસ્ત ને છોડીને નદી પટમાં જતા યુવક યુવતીઓ ડૂબીને મૃત્યુ પામે છે. છેલ્લા એક માસમાં ચારથી વધુ યુવક-યુવતીઓ મૃત્યુ પામ્યા છે તેવામાં ધારાસભ્ય કેતન ઇનામદારના પ્રયત્નોથી તેમજ લોક રજૂઆતના પગલે મહી નદીના કુખ્યાત હાથીયા ધરાની પ્રાંત ઓફિસર મામલતદાર તેમજ આર એન્ડ બીના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈને યુદ્ધના ધોરણે વધુ યુવકોના ભોગ બનતા અટકાવવા માટે કવાયત હાથ ધરી છે.

મંગળવારે સમગ્ર નદી પરિસરનું નિરીક્ષણ કરીને હાલના વિવાદીત સ્થળ પર સિમેન્ટ કોંક્રિટનો માલ ભરીને પૂરી દેવા માટે અથવા સમગ્ર ધરાને સ્ટીલની રેલીંગ મારીને કોર્ડન કરવા તજવીજ હાથ ધરી છે.સાથે સાથે સંબંધિત વિભાગની મંજૂરી લઈને જાહેરનામું બહાર પાડીને યુવકોને નદી પટમાં જતા રોકવા માટે સમગ્ર તંત્ર દ્વારા કમર કસી છે. પોલીસ વિભાગને પણ અહીંયા આવતા યુવક-યુવતીઓ પર કડક કાર્યવાહી કરવા સૂચનો કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક માસમાં 4થી વધુ યુવક-યુવતીઓ ડૂબી જવાના પગલે સમગ્ર તાલુકાનું વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. જ્યારે સમગ્ર બાબતે ધારાસભ્ય કેતન ઈમાનદારને પૂછતા જણાવ્યું હતું કે આ બાબતે જિલ્લા કલેક્ટરનેપત્ર લખીને પ્રવેશ બંધીનું જાહેરનામુ બહાર પાડવા માટે ભલામણ તેમજ યુવકો તેમજ નિર્દોષ નાગરિકોના જીવ બચાવવા માટે હાથીયો ધરો સીલ કરી દેવા માટે 2 કરોડની ગ્રાન્ટ ફાળવવાની તૈયારી બતાવી છે અને તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરીને શું શક્ય થઈ શકે તેની ચર્ચા કરી સરકારમાં પણ રજૂઆત કરીને કાયમી હલ આવે તે માટે પ્રયત્ન હાથ ધરનાર છે.

અન્ય સમાચારો પણ છે...