તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડતાલ:સાવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ રસ્તા રોકી વિરોધ નોંધાવ્યો

સાવલી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
વિરોધ કરાત વિદ્યાર્થીઓને પોલીસે ડિટેઇન કર્યા તે તસવીર. - Divya Bhaskar
વિરોધ કરાત વિદ્યાર્થીઓને પોલીસે ડિટેઇન કર્યા તે તસવીર.
 • 200 જેટલા વિદ્યાર્થીઓ સ્ટાઈપેન્ડ મુદ્દે સતત ત્રીજા દિવસે હડતાલ પર બેઠા

સાવલી મેડિકલ કોલેજમાં ઈન્ટરશીપ કરતા વિદ્યાર્થીઓને 5200 ની જગ્યાએ 9000 રુપિયા ચૂકવવા નો સરકાર નો પરિપત્ર હોવા છતાંય ત્રણ મહિનાથી બિલકુલ ન ચૂકવાતા વિવાદ વકર્યો હતો. ગતરોજ કોલેજની બહાર ધરણા પર બેસી શંખનાદ, ઘંટનાદ, થાળી વગાડી સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જો માગણી નહીં સ્વીકારાય તો ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવો કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.

આ બનાવના પગલે સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચીને 70થી વધુ વિદ્યાર્થીઓને ડિટેઇન કર્યા હતા. આ સમયે ભારે ઉત્તેજનાસભર દૃશ્યો સર્જાયા હતા અને વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ તેમજ કોલેજ સત્તાવાળાઓ વિરુદ્ધ નારેબાજી કરતા રાહદારીઓમાં પણ ભારે કૌતુક ફેલાયું હતું. આમ છેલ્લા ત્રણ દિવસથી સ્ટાઇપંડ મુદ્દે ચાલતા વિવાદે ભારે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. જ્યારે વિદ્યાર્થીઓએ આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવ કરવા ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો