વતન વાપસી:સાવલીનો વિદ્યાર્થી મુશ્કેલી બાદ યુક્રેનથી હેમખેમ પરત

સાવલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ, ધારાસભ્યે વિદ્યાર્થીની મુલાકાત લીધી

સાવલીના લીંબાણી પરિવારનો યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલો પુત્ર વૈભવ લીંબાણી ભારત સરકારના ઓપરેશન ગંગા અંતર્ગત હેમખેમ ઘરે પરત ફર્યો હતો. તેના પગલે સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય કેતન ઇનામદારે વિદ્યાર્થી સહિત લીંબાણી પરિવારની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તમામ યુવકો સાથે સરકાર છે એવી પણ ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, સાવલીમાં રહેતા સુરેશભાઈ લીંબાણીનો દીકરો વૈભવ 4 વર્ષ પૂર્વે યુક્રેનના ઉઝરોઝ સીટીની ઉઝરોઝ નેશનલ યુનિ.માં અભ્યાસ અર્થે ગયો હતો. યુદ્ધના કારણે યુક્રેનમાં ફસાયેલો વૈભાવ ઘરે સલામત આવી પહોંચતાં પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

ઇિન્ડયન એમ્બેસીએ ભારતીય વિદ્યાર્થીઓને કોઇ તકલીફ પડવા દીધી ન હતી : રોહન પટેલ
યુક્રેનના ચેરનીવિત્સી શહેરની BSMU મેડિકલ કોલેજના છઠ્ઠા વર્ષમાં અભ્યાસ કરતા વાઘોડિયાના રોહન ઘનશ્યામભાઈ પટેલ સાથે અન્ય 8થી 9 વિદ્યાર્થીઓ ફસાયેલા હતા. પ્રથમ ભયભીત વિદ્યાર્થીઓને સ્વદેશ લવાયા હતા. જોકે રોહન રહેતો હતો ત્યાં સ્થિતિ વણસી ન હતી, પરંતુ ભય તો હતો. ત્યાંની સરકારે અને સ્થાનિકોએ ભારતીય વિદ્યાર્થીઓને યુનિ.ની બસ મારફતે બોર્ડ સુધી પહોંચાડ્યા હતા. જ્યાં ઈન્ડિયન એમ્બેસીએ પણ ભારતીય વિદ્યાર્થીઓને કોઈ તકલીફ પડવા દીધી ન હતી. બાદ દિલ્હીથી સીધા ગુજરાત ભવન લઈ ગયા બાદ વડોદરા રવાના કરાયા હતા. રોહન વાઘોડિયા પહોંચતાં તેનું સ્વાગત કરાયું હતું.

છોટાઉદેપુરનો યુવાન આફતાબ યુક્રેનથી પરત આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ
યુક્રેનમાં ફસાયેલો છોટાઉદેપુરનો યુવાન આફતાબ ઐયુબભાઈ મણિયાર હેમખેમ છોટાઉદેપુર પોતાને ઘરે ખાતે પરત આવતાં પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી હતી. યુક્રેનના ચેનવીસ્ટમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા આફતાબ મણિયારે જણાવ્યું હતું કે યુદ્ધના વાતાવરણમાં આર્થિક સંકડામણ ઉપરાંત ખાવાપીવાની ચીજવસ્તુઓ માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી. ભારત સરકારના પ્રયત્નોથી જ તે પોતાના ઘરે છોટાઉદેપુર પરત આવ્યો છે. જેનાથી પરિવારજનોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. આફતાબ પરત પોતાને ઘરે આવતાં પરિવારે ફુલહારથી સ્વાગત કરી તેને મીઠાઈ ખવડાવી હતી.

અન્ય સમાચારો પણ છે...