ભાસ્કર વિશેષ:સાવલીના ગંગોત્રી શાળાના બાળકોએ નગરમાં રેલી કાઢી લોકોમાં સ્વસ્થતા અંગે જાગૃતિ ફેલાવી

સાવલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગંગોત્રી શાળાના બાળકોએ ‘મારું સાવલી સ્વસ્થ સાવલી’ના સંકલ્પ સાથે સાવલી નગરમાં રેલી કાઢી લોકોને જાગૃત કર્યા હતા. - Divya Bhaskar
ગંગોત્રી શાળાના બાળકોએ ‘મારું સાવલી સ્વસ્થ સાવલી’ના સંકલ્પ સાથે સાવલી નગરમાં રેલી કાઢી લોકોને જાગૃત કર્યા હતા.
  • ‘મારું સાવલી સ્વસ્થ અને નિરોગી સાવલી’’ના સંકલ્પ સાથે રેલી કાઢવામાં આવી

શ્રી ગંગોત્રી અંગ્રેજી માધ્યમ સ્કૂલ સાવલીના બાળકો દ્વારા ગુરુવારે આયોજિત “મારું સાવલી સ્વસ્થ અને નિરોગી સાવલી’ એક સમાજની જાગૃતિ માટે ડસ્ટબીન જાગૃતિ અભિયાનનો એક રેલી સ્વરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના ભૂલકાં દ્વારા વિવિધ પ્રકારના ડસ્ટ બિન બનાવીને સમાજને શિસ્ત માટે જાગૃતીનો સંદેશો આપી સાચી અને એક જરૂરી સંદેશ સમાજને સંકલ્પ દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાવલીના ધારા સભ્ય દ્વારા રેલીને પ્રસ્થાન કરાવી હતી.

આ સાથે સંકુલના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી તમામ સદસ્યો અને સાવલી નગર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ યુવા સંગઠનના તમામ સદસ્યો નારી શક્તિના તમામ મહિલા સંગઠન વિગેરે હાજર રહીને બાળકો અને શિક્ષક મિત્રોને કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે ભુલકા દ્વારા વિગતથી સમજાવીને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકો દ્વારા સંકલ્પ આપવામાં આવ્યો હતો કે ‘હું શોશિયલ મીડિયાનો ઉપયોગ સકારાત્મક અને ગંદકી દૂર કરવા માટે કરીશ’ ‘હું નિયમિત પણે ડસ્ટબીનનો ઉપયોગ કરીશ અને સમાજને કચરો કચરા પેટીમાં નાખવા માટે પ્રેરિત કરીશ’.

અન્ય સમાચારો પણ છે...