તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:સાવલી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 65 ઉમેદવારો ચૂંટણી જંગમાં

સાવલી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ થયું
 • જિ.પં.ની 5 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાનમાં

સાવલી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 65 ઉમેદવારો જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. આગામી 28મી ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારીપત્રો માટે પરત ખેંચવાના દિવસે મતદાન માટે ઉમેદવારનું વાસ્તવિક ચિત્ર મંગળવારે ક્લિયર થઈ ગયું છે. જિલ્લા પંચાયત માટે કુલ 35 ફોર્મ ભરાયા હતા. 14 ડમીના ફોર્મ રદ થયા હતા અને 21 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. જેમાં ગોઠડા જિલ્લા પંચાયતના અપક્ષ ઉમેદવારે મંગળવારે ફોર્મ પરત ખેંચી લેતા કુલ 20 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.

જેમાં 5 કોંગ્રેસ, 5 ભાજપ, 4 બસપા, 4 આમ આદમી પાર્ટી અને બે અપક્ષ ઉમેદવાર રહ્યા હતા. જેમાં ભાદરવા જિલ્લા પંચાયત માટે 3 ઉમેદવારો જેમાં એક કોંગ્રેસ, એક ભાજપ અને એક આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છે. ધનતેજ જિલ્લા પંચાયત માટે 4 ઉમેદવારો પૈકી એક ભાજપ, એક કોંગ્રેસ, એક અપક્ષ અને એક બસપા. જ્યારે વાંકાનેર બેઠક માટે 5 ઉમેદવારો એક કોંગ્રેસ, એક ભાજપ, એક આમ આદમી પાર્ટી, એક બસપા અને એક અપક્ષ મેદાને રહ્યા છે. જ્યારે કોટડા જિલ્લા પંચાયત માટે 4 ઉમેદવારોમાં એક કોંગ્રેસ, એક ભાજપ, એક આમ આદમી પાર્ટી અને એક બસપા.

જ્યારે પિલોલ જિલ્લા પંચાયત માટે 4 ઉમેદવારોમાં એક કોંગ્રેસ, એક એક આમ આદમી પાર્ટીની અને એક બસપા માટે આમ કુલ 5 બેઠકો માટે 42 ઉમેદવારો જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મેદાને ઉતર્યા છે.જ્યારે સાવલી તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો માટે 107 ફોર્મ ભરાયા હતા અને ચકાસણી સમયે ડમી સહિત 38 ફોર્મ અમાન્ય થયા હતા. મંગળવારે ફોર્મ પરત ખેંચવાના સમયે 4 ફોર્મ પરત ખેંચાતા કુલ 65 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં 22 કોંગ્રેસ, 22 ભાજપ, 6 બસપા, 6 આમ આદમી પાર્ટી અને 9 અપક્ષ મેદાનમાં રહ્યા છે. આમ મંગળવારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર સાફ થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો