રક્તદાન:સાવલી ઈન્ડ. એસો. દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાવલીના મંજુસર ખાતે સાવલી ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં 300થી વધુ રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. - Divya Bhaskar
સાવલીના મંજુસર ખાતે સાવલી ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં 300થી વધુ રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું.

સાવલી ખાતે મંજુસર જીઆઈડીસીમાં સાવલી ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300થી વધુ યુવકોએ રક્તદાન કર્યું હતું.

મંજુસર ખાતે સાવલી ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડસ્ટ્રીઝના માલિકો તેમજ કામદારોએ ભારત પૂર્વક રક્તદાન કર્યું હતું. લોકડાઉન વેળાએ પણ એસોસિએશન દ્વારા ગરીબ લોકોને ફૂડ પેકેટ, માસ્ક તેમજ રહેવાની વ્યવસ્થા દવા સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. એવામાં સોમવારે રક્તદાન કેમ્પનું આયોજન સયાજી બ્લડ બેંકના સૌજન્યથી કરવામાં આવ્યું હતું. આ બાબતે એસોસિએશનના પ્રમુખ જય શર્મા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ કેમ્પનો મુખ્ય આશય તાલુકાની ગરીબ પ્રજા તેમજ ગરીબ કામદારો અને ખાસ કરીને સગર્ભા બહેનોને પ્રસુતિ વેળાએ પડતી તકલીફોને નિવારવાના તેમજ મદદરૂપ થવાના હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સાવલીની ગરીબ પ્રજાને રક્ત માટે વલખાં ના મારવા પડે અને રક્તની અછતના કારણે કોઈનો જીવ ગુમાવવાનો વારો ના આવે તેવા શુભ આશયથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયે પ્રમુખ જે. કે. શર્મા, ભરતભાઈ પટેલ તેમજ જૈમિન પટેલ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને રક્તદાતાઓને સર્ટીફીકેટ તેમજ ગીફ્ટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...