તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર:સાવલીમાં ફાયર ફાઈટરો દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ

સાવલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવલી નગરમાં સાવલી ઈન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા સેનીટાઈઝેશનનો છંટકાવ કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar
સાવલી નગરમાં સાવલી ઈન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા સેનીટાઈઝેશનનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
  • ઈન્ડસ્ટ્રિઝ એસો. અને મંજૂસર ઈન્ડસ્ટ્રિયલ એસો.ના સૌજન્યથી કામગીરી હાથ ધરાઈ

સાવલીઃ નગરમાં ઈન્ડસ્ટ્રીઝ એસોશીએશન અને મંજૂસર ઈન્ડસ્ટ્રીયલ એશો.ના સૌજન્યથી સમગ્ર નગરમાં ફાયરફાઈટર દ્વારા સેનીટાઈઝરનો છંટકાવ કરીને કોરોના મુક્ત કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર દેશમાં કોરોના વાઈરસના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે રાજ્ય સકરાક અને કેન્દ્ર સરકાર ભારે જહેમત ઉઠાવી રહી છે અને સમગ્ર વહીવટી તંત્ર માનવ જીવનને બચાવવા માટે ભારે કમર કસી રહ્યું છે. પોલીસ, મામલતદાર, ટીડીઓ, પ્રાંત ઓફિસર અને જાહેર જીવનના અગ્રણીઓ સમગ્ર દેશમાં કાર્યવંત છે અને લોકોને સલામત રાખવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.
 સેનીટાઈઝેશન કરીને કોરોના વાઈરસ સામે સરાહનીય કામગીરી કરાઇ 
તેવામાં સાવલી તાલુકામાં આવેલી વિવિધ ઈન્ડસ્ટ્રીઝના માલિકો પણ તાલુકાજનોની વ્હારે આવ્યા છે. આજરોજ સાવલી ઈન્ડસ્ટ્રીઝ એશો. અને મંજુસર ઈન્ડસ્ટ્રીઝ એશો. દ્વારા સમગ્ર સાવલી નગરના વિવિધ વિસ્તારમાં ફાયર ફાઈટર દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે. નગરના વિસ્તારો અને તાલુકામાં પણ વિવિધ ગામોમાં સેનીટાઈઝરનો છંટકાવ કરવામાં આવનાર છે. સમગ્ર તાલુકાજનો તાલુકાના ઈન્ડસ્ટ્રીયાલીસ્ટો આ કામગીરીના ભારે વખાણ કરવામાં આવી રહ્યા છે. સાવલી ઈન્ડસ્ટ્રીઝ એશો.ના પ્રમુખ જે.કે. શર્મા, ભરતભાઈ પટેલ અનુગ્રહ કંપનીના માલિક કશ્યપભાઈ શાહ અને મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝના માલક ભાવેશભાઈ શાહના સહયોગથી આ સેનીટાઈઝેશન કરીને કોરોના વાઈરસ સામે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...