આવેદન:જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની હત્યા મુદ્દે વિરોધ

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીરમાં સાવલી મામલતદારને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા  કાશ્મીરમાં થયેલી હત્યાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યા વેળાની  તસવીર નજરે પડેછે. - Divya Bhaskar
તસવીરમાં સાવલી મામલતદારને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કાશ્મીરમાં થયેલી હત્યાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યા વેળાની તસવીર નજરે પડેછે.
  • સાવલી મામલતદાર કચેરીએ હિન્દુ સંગઠને આવેદનપત્ર આપ્યું
  • છેલ્લા મહિનામાં 15થી વધારે હિંદુઓની હત્યા થઇ

સાવલી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદીઓ દ્વારા નિર્દોષ વ્યક્તિઓની હત્યાના વિરોધ કરી વખોડીને વિવિધ માંગણી કરતું આવેદનપત્ર સાવલી મામલતદારને પાઠવવામાં આવ્યું હતું.

સાવલી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કાશ્મીરમાં હિન્દુઓની સુરક્ષા અને હિંદુઓની હત્યાંથી ચિંતિત થઈને આજરોજ સાવલી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ છેલ્લા મહિનામાં 15થી વધારે હિંદુઓની હત્યા અને ખાસ કરીને રાજસ્થાનથી ગયેલ બેંક મેનેજર વિજય કુમાર બેનીવાલની હત્યા અને બિહારના મજૂરની હત્યાના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની આવેદનપત્રમાં માગ મુજબ બધાજ કાશ્મીરીઓને સુરક્ષા આપવામાં આવે અને ઇઝરાયેલની જેમ ઈસ્લામિક જેહાદી આંતકી વિરુદ્ધમાં યુદ્ધ પ્રારંભ કરવાની માગ કરી છે અને એક નિર્દોષ હિન્દુ નાગરિકની હત્યાના બદલામાં 1000 આંતકીઓને મારવા માટે સેનાને અને પોલીસને આદેશ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. સાથે સાથે જે પણ આંતકીને પોલીસ કે સેના દ્વારા મારવામાં આવે તેને સાર્વજનિક રીતે સળગાવવામાં આવે તેવી માગ કરી છે.

સાથે સાથે પાકિસ્તાનના જેહાદી આંતકવાદીઓને જે સ્થાનિક મુસ્લિમ મદદ કરે છે અને વ્યવસ્થા કરે છે. તેમની સંપત્તિ જપ્ત કરીને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવીને એક મહિનામાં ફાંસી આપવાની માંગ કરવામાં આવી છે. પાકિસ્તાન આંતકવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે. જેથી ઈઝરાઈલની જેમ રક્ષા અભિયાન ચલાવવા માટેની માગ કરવામાં આવી છે.

સરકારને સૂચન પણ કરવામાં આવ્યું છે કે સરકાર વહેલી તકે નિર્દોષ હિન્દુઓની હત્યાનો બદલો લે કરી છે અને હિન્દુઓની રક્ષા માટે અભિયાન ચલાવવાનું સૂચન કર્યું છે. ઉપરોક્ત માગણીઓ અને કડક કાર્યવાહીની માગ કરતું આવેદનપત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને માગ કરતું સાવલી મામલતદારને પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...