સાવલી તાલુકાના દોડકા ગામે નવ સ્થળે દેશી દારૂની ધમધમતી મીની ફેક્ટરી પર દરોડા પાડીને ભાદરવા પોલીસે કુલ 19,275 લીટર વોશ અને 255 લીટર દેશી દારૂ સાથે 39,650 રૂપિયાના મુદ્દામાલ સાથે કુલ 17 ઈસમો સામે ગુનો નોંધ્યો હતો. જયારે અન્ય 4 સામે મદદગારી કરવાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ભાદરવા પોલીસ મથકના પી.એસ આઇ બી એન ગોહીલ ને માહિતી મળેલ કે દોડકા ગામે દેશી દારૂ ની ભરતીઓ ધમધમી રહી છે જેના પગલે પોલીસ જવાનોની વિવિધ ટીમો બનાવીને દોડકા ગામની સીમમાં દરોડા પાડયા હતા પોલીસના દરોડા દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને શેડ બનાવી ખુલ્લેઆમ દેશી દારૂની મિનિ ફેક્ટરી ઝડપી પાડી હતી. આ દરોડા માં કુલ 21 આરોપીઓ પાસેથી 255 લિટર દારૂ તેમજ દારૂ બનાવવા માટે નો ભઠ્ઠી પર ચડેલો ગરમ વોશ 4000 લીટર તેમજ જમીનોમાં છુપાવેલ 15,275 લીટર વોશ મળી કુલ 39,650 રૂપિયા ના મુદ્દામાલ સાથે કુલ 21 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
આ ફરિયાદમાં સોનલ બેન મહેન્દ્રભાઈ, ગીતાબેન નીતિનભાઈ નાયક, નિલેશ ઉર્ફે નીરૂ સનાભાઇ માળી, મહેન્દ્ર પ્રભાત ચૌહાણ, વિનુભાઈ ભાઈલાલ પટેલ, રમેશભાઈ સનાભાઇ માળી, ભુપેન્દ્ર છત્રસિંહ પરમાર, ચંદુ ડાહ્યાં માળી, મહેન્દ્ર દેવુસિંહ ટાટોડ, વિજય શંકર માળી, વિક્રમસિંહ સાલમસિંહ ટાટોડ, પ્રવીણ ભાઈ શંકરભાઈ માળી, ગોરધન બચુભાઈ માળી, વિષ્ણુ બચુભાઈ માળી, મહેન્દ્રસિંહ જીતસિંહ ટાટોડ, ભરત લલ્લુભાઈ માળી, વિનુ મગન માળી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ સાથે દેશી દારૂ બનાવવા માટે જમીન માલિક પોતાની જમીન દારૂ બનાવવા માટે આપીને મદદ કરતા અને પોતાના ભોગવટાના બોરવેલ અને કુવાનું પાણી આપી મદદ કરવાના પ્રકરણમાં બે ખેતર માલિકો સામે પણ ગુનો નોંધ્યો છે. ને બે ઇસમોને ડીટેઈન પણ કરી લીધાં છે. આમ આ ગુના પ્રકરણ માં કુલ 17 ઈસમો વિરુદ્ધ ગેરકાયદે દારૂ બનાવવાના અને મદદગારી પ્રકરણમાં 4 સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલાઓએ અગાઉ દરોડા પાડ્યા હતા
છોટાઉદેપુર જિલ્લામાં પણ દારૂની ધમધમતી ભઠ્ઠીઓના કારણે કેટલાય પરિવારોને આર્થિક સંકટનો સામનો કરવાનો વારો આવે છે. જેના પગલે ઉશ્કેરાયેલી મહિલાઓએ અગાઉ ઘણી વખત દારૂની ભઠ્ઠીઓ પર જઇને જ ભારે તોડફોડ મચાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.