આઝાદીનો અમૃત મહોત્સવ:સાવલીની ગંગોત્રી હાઈસ્કૂલ ખાતેથી પોલીસે સાઇકલ, પગપાળા રેલી યોજી

સાવલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

સાવલીની ગંગોત્રી શાળામાં વડોદરા ગ્રામ્યપોલીસના ડીવાયએસપીની અધ્યક્ષતામાં 75માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોલીસના નાગરિક સુરક્ષાના હથિયારોનું પ્રદર્શન યોજી જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભારતના વીર શહીદોની યશગાથા સંભળાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

સાથે સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે અને રાષ્ટ્રીય એકતામાં પોલીસની ભૂમિકા વિશે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. અને પોલીસ સત્ય અને અહિંસા દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિ સાર્થક કરવા માટે પોલીસની કામગીરીથી સૌને અવગત કરાયા હતા. આ પ્રસંગે પીએસઆઇ એ. આર. મહીડા લાલાભાઇ મહિડા સહિતનો પોલીસ સ્ટાફ અને ગંગોત્રી શાળાના સંચાલકો ટ્રસ્ટી, આચાર્ય, શાળા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...