હુમલો:મોક્સીમાં જાતિ વિરુદ્ધ શબ્દો બોલી યુવક પર હુમલો કરતાં પોલીસ ફરિયાદ

સાવલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છોકરીનો ફોટો કેમ અપલોડ કર્યો કહી 5 ઈસમો દ્વારા હુમલો
  • પોલીસે ગુનો નોંધી 5 ઈસમોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા

તાલુકાના મોકસી ગામે નોકરીથી છૂટીને પરત ફરતા યુવકને પાંચ યુવકો એ રસ્તામાં રોકીને અમારી ફળીયાની છોકરીનો ફોટો કેમ અપલોડ કરે છે તેમ કહી જાતિ વિરુદ્ધ શબ્દો વાપરીને લાકડી અને હોકી વડે હુમલો કરતાં ત્રણ જણાને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપનાર પાચ ઈસમો વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ભાદરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે પાંચ ઈસમોને ઝડપીને જેલ ભેગા કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

ભાદરવા પોલીસ મથકે જયંતીભાઈ સનાભાઇ વણકરે પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે ગત તારીખ 26 8ના રોજ રાત્રે સાડા દસ અગિયાર વાગ્યે તેમના નાનાભાઈ મુકેશનો કંપનીમાંથી છૂટીને પરત ઘરે ફરતી વેળાએ ફોન આવેલો કે મોક્સી ગામના પિન્ટુભાઈ સોલંકી દરબાર તથા સુરેશભાઈ મેથ્યુસ ભાઈ સોલંકી તથા ડાયાભાઈ સોલંકીનો છોકરો ગોટીયો તથા મહેબૂબ સોલંકીનો છોકરો સાગર તથા બજરંગભાઈ દરબારનો નાનો છોકરો જાડિયો તમામ રહે. મોકસી ગામ તાલુકો સાવલીના હોય ગામના પાદરે આવેલા જલારામ મંદિર પાસે ઊભો રાખીને કહેલ કે તું અમારા ફળિયાની છોકરીનો ફોટો કેમ અપલોડ કરે છે તેમ કહી ઝઘડો કરે છે.

તેવી જાણ કરતા તેઓના પપ્પા મમ્મી અને તેમના બે ભાઈ મંદિર પાસે ગયા હતા. તે સમયે એમનો ભાઈ ઉમેશ તથા પાંચેય જણા ગયા હતા. જેમાં તમામ હાજર સામેવાળા યુવકો પાસે હાથમાં લાકડીઓ તેમ જ હતી તેઓ જઈને વાતચીત કરતા પાંચ ઈસમોએ એકસંપ થઈ લાકડીયો તેમજ હોકીવડે હુમલો કરી જાતિવિષયક શબ્દો બોલી અપમાનીત કરેલા અને ગેબી મારી ઇજાગ્રસ્ત કરેલા અને ત્રણ ઇજાગ્રસ્ત થયેલા જેઓએ 108 એમ્બ્યુલન્સને બોલાવી વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ત્રણેવ ઇજાગ્રસ્તો દવાખાને દાખલ થઈ સારવાર લઇ રહ્યા છે. બનાવના પગલે ભાદરવા પોલીસ ફરિયાદીની ફરિયાદના પગલે ઉપરોક્ત પાંચેય શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...