સાવલી નગરમાં થયેલા વિવિધ વિકાસના કામોમાં ગેરરીતિના આક્ષેપ અને વિકાસના કામોની માગેલી માહિતી આપવામાં ઠાગાઠૈયા કરતી પાલિકા સામે ગાંધીગીરી કરી હતી અને પાલિકામાં જ બેસીને પ્રતીક ધરણાંના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે 8 કોંગી કોર્પોરેટરોએ ચીફ ઓફિસરની કેબિન સામે બેસીને પ્રતીક ધરણાં ધર્યા હતા. સતત ચાર દિવસ સુધી ચીફ ઓફિસરના કેબીન સામે બેસીને વિવિધ કાર્યક્રમો આપનાર છે.
જેમાં એક દિવસ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર કોકો, બીજા દિવસે પાદરાના ધારાસભ્ય જસપાલ સિંહ પઢિયાર અને ત્રીજા દિવસે વડોદરા મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં ધરણાંનો કાર્યક્રમ ચાલુ રહેશે. તેવું સાવલી શહેર કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલે જણાવ્યું છે.
નગરની પ્રાથમિક સુવિધા અને વિવિધ વિકાસના કામોમા ગેરરીતિનો આક્ષેપ લગાવીને કોંગી કાર્યકરોએ પાલિકા પાસે માહિતી માંગી હતી. પરંતુ પાલિકા તરફથી કોઈ માહિતી ઉપલબ્ધ ન કરાતા મામલો પ્રાદેશિક કમિશનર સુધી પહોંચ્યો હતો અને પ્રાદેશિક કમિશનરના આદેશ છતાં યોગ્ય કાર્યવાહી ન કરતા પ્રજાહિત અને લોકહિત માટે કોંગ્રેસી કોર્પોરેટરોએ પાલિકા સામે બાંયો ચડાવતા સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.