પ્રાથમિક શિક્ષકોમાં ભારે કચવાટ:સાવલીની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક મહાસંઘના નામે સભ્યો બનાવાતાં રોષ

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાની બહારના શિક્ષકો દ્વારા બિનઅધિકૃત પ્રવેશ કરાયો
  • લોભ-લાલચ, ધમકીના​​​​​​​ જોરે સભ્યો બનાવાતા શિક્ષકોમા ભય

સાવલી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક મહાસંઘના નામે સંઘના સભ્યો બનાવવા માટે બહારના જિલ્લામાંથી 15થી 20 જેટલા શિક્ષકોના ગ્રૂપ દ્વારા બિનઅધિકૃત રીતે તાલુકાની શાળાઓમાં પ્રવેશ કરીને શિક્ષકોને લોભ લાલચ તેમજ ધમકાવીને સભ્યો બનાવવાની ચેષ્ટા કરતા આક્ષેપો સાથે તાલુકાના પ્રાથમિક શિક્ષકો માં ભારે કચવાટ ની તેમજ ડરની લાગણી પ્રસરી છે. અને પ્રાથમિક શિક્ષકો માં ભારે કચવાટ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

સાવલી-ડેસર તાલુકામાં કુલ 152 પ્રાથમિક શાળાઓ આવેલી છે. અને તેમાં 700થી વધુ શિક્ષક શિક્ષિકાઓ નોકરી કરે છે. અને તેઓની વિવિધ સરકારી યોજનાઓ અને માંગણીઓ માટે પહેલાથી જ શિક્ષકોના તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાએ વિવિધ સંઘો કાર્યરત છે. તેવામાં અન્ય શૈક્ષણિક મહાસંઘના નામે નવું શિક્ષકોનું સંઘ અસ્તિત્વમાં આવ્યું છે. તાલુકાના શિક્ષકોને જણાવ્યા પ્રમાણે નવા જેટલા પણ સંઘ અસ્તિત્વમાં આવે તેની સામે કોઈ વાંધો નથી અને દરેક જણ પોતાની મરજી મુજબ પસંદગીના સંઘમાં જોડાઈ શકે છે.

પરંતુ કેટલાક દિવસોથી તાલુકામાં બહારના જિલ્લાના શિક્ષકો નવીન સંઘમાં સભ્યો બનાવવા માટે બિનઅધિકૃત રીતે શાળા સંકુલમાં પ્રવેશીને શૈક્ષણિક સમય દરમ્યાન શિક્ષકોને પોતાના સંઘમાં જોડાવવા માટે સમજાવી રહ્યા છે. શાળાની શૈક્ષણિક કામગીરીમાં અવરોધ ઊભો કરી રહ્યા છે. સાથે-સાથે ડરાવી ધમકાવીને નવીન સંઘમાં જોડાવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે બાબતે તાલુકાના શિક્ષકોમાં ભારે પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે.

જાણવા મળ્યા મુજબ 15થી 20 જેટલા શિક્ષકોનું ગ્રૂપ તાલુકાની શાળાઓમાં ચાલુ શાળાએ પ્રવેશીને પોતાની સંસ્થાના સભ્ય બનવા માટે લોભ લાલચ આપતા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. તાલુકાની લસુન્દ્રા, ભાટપુરા, તાડીયાપુરા તેમજ પોઈચા, કનોડા સહિતની અસંખ્ય શાળાઓમાં આ ટોળકી દ્વારા સભ્યો બનાવવા માટે શિક્ષકોનો સંપર્ક સાધવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં ગ્રામ્ય કક્ષાએ શાળામાં શિક્ષકો આવતા ગ્રામજનોમાં પણ કુતૂહલ વ્યાપી ગયું હતું અને પોતાની શાળાના શિક્ષકોને પૃચ્છા કરતાં ગ્રામજનો જોવા મળી રહ્યા હતા. શિક્ષક વર્તુળોમાં જાણવા મળ્યા મુજબ કોઈ પણ અન્ય જિલ્લાના શિક્ષકે જિલ્લા બહારની શાળામાં પ્રવેશ કરવો હોય તો તાલુકા શિક્ષણ અધિકારીને પરમિશન લેવી જરૂરી છે.

ફરિયાદ આવશે તો DPEOને રિપોર્ટ કરાશે
આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારી હેમંતભાઈ માછીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હું આ બાબતે કંઇ જાણતા નથી અને અજાણ હોવાનું ગાણુ ગાયું છે. આ પ્રકારનું કૃત્ય થતું હોય તો બિનઅધિકૃત કહેવાય અને પોતાની પાસે શાળામાં પ્રવેશવા બાબતે કોઈ પણ બહારના શિક્ષકે પરમિશન નથી લીધી તેવું જણાવ્યું હતું. જે કોઈ શાળા અથવા શિક્ષક તરફથી ફરિયાદ કે રજૂઆત આવશે તો આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રિપોર્ટ કરવામાં આવશે.

સક્ષમ અધિકારીની પરમિશન વગર શાળામાં પ્રવેશ કરવાનું કૃત્ય વખોડવા લાયક છે
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીત પરમારને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમારે પણ સભ્યની નોંધણી કરવાની હોય ત્યારે શાળા સમય પહેલા કે પછીના સમયમાં આવતી મોકલી આપીએ છીએ અને જો ચાલુ શાળા દરમિયાન આવા કોઈ પણ શિક્ષકો શૈક્ષણિક કાર્યને ડિસ્ટર્બ કરતી પ્રવૃત્તિ કરતા હોય તો તેમની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. કારણકે સક્ષમ અધિકારીની પરમિશન વગર શાળામાં પ્રવેશ ન કરાય તે બાબતથી સમગ્ર રાજ્યના શિક્ષકો વાકેફ છે. માટે આ પ્રકારનું કૃત્ય વખોડવા લાયક છે.

અન્ય સમાચારો પણ છે...