તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનસ્વી નિર્ણય:સાવલીમાં ‘માં અમૃતમ કાર્ડ’ની કામગીરી બંધ

સાવલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાજનોને ધરમ ધક્કા ખાવાનો વારો
  • આરોગ્ય તંત્રના મનસ્વી નિર્ણયથી પ્રજા હેરાન

સાવલી તાલુકામાં હાલના કોરોના કાળમાં છેલ્લા બે દિવસથી માં અમૃતમ કાર્ડ કાઢવાની કામગીરી બંધ કરી દેવામાં આવતા તાલુકાજનોને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. સાથે સાથે આરોગ્ય વિભાગના મનસ્વી નિર્ણય સામે અને સરકારની મુરાદ સામે પ્રશ્નો ઉભા થયા છે.

ગરીબ પ્રજા માટે સંજીવની બુટિ સમાન આ યોજના સાબિત થઇ હતી. હાલની મોંઘવારીમાં મા કાર્ડ દ્વારા કેન્સર, ડાયાલિસિસ, ફ્રેક્ચર, હૃદયરોગ સહિતની ગંભીર અને જીવલેણ બીમારી સામે મફત માં સારવાર મળતી હતી. જે પ્રજાજનો માટે આશીર્વાદરૂપ હતી. છેલ્લે કોરોનાની બીમારીમાં પણ આ મા કાર્ડ સરકાર દ્વારા માન્ય રાખીને કોરોનાના દર્દીને પણ રોજના 5 હજાર લેખે 10 દિવસ સુધી દાખલ હોય તો 50 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત કોરોનાના દર્દીઓ માટે સંજીવની બુટી સમાન સાબિત થઇ હતી.

તેવામાં જાણવા મળ્યા પ્રમાણે છેલ્લા બે દિવસથી મા અમૃતમ કાર્ડ કાઢવાનું તેમજ રિન્યુ કરવાનું બંધ કરી દેતા ડેસર અને સાવલી તાલુકાની જીવલેણ બીમારીથી પીડિત પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તાલુકા મથક ખાતે મા અમૃતમ કાર્ડ રિન્યુ કરાવવા તેમજ નવા કઢાવવા આવનાર તાલુકાજનોને ધરમ ધક્કા ખાવાનો અને વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો છે. આરોગ્ય વિભાગ ના આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળ્યા મુજબ બે દિવસ અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર કરીને તાલુકા મથક ખાતે કાર્ડ કાઢી આપનારી એજન્સીઓને કામગીરી બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.

આરોગ્ય કેન્દ્રો પર કાર્ડ કાઢી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે પરંતુ સાવલી તાલુકો તો શું પરંતુ ગુજરાતમાં ક્યાંય હાલ કાર્ડ નીકળતા નથી તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલ ગરીબ પ્રજા તેમજ મધ્યમ વર્ગીય પ્રજા કોરોનાના મારથી આર્થિક રીતે પીસાઈ રહી છે અને મોંઘીદાટ સારવાર પોસાય તેમ નથી. ત્યારે મા અમૃતમ કાર્ડ જ રાહત આપવાનું મધ્યમ છે જેને પણ આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી બંધ કરી દેવામાં આવતા રાજ્યની પ્રજાને ભગવાન ભરોસે છોડી દેવામાં આવી હોય તેવી લાગણી વ્યક્ત તાલુકાની પ્રજા કરી રહી છે.

આ બાબતે ગોઠડા જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડે જણાવ્યું હતું કે હાલ પ્રજા મોંઘવારી અને કોરોનાની બીમારીમાં પીસાઈ રહી છે. ત્યારે સરકારે ફરી એકવાર અણઘડ નિર્ણય લઈને બુદ્ધિનું વરવું પ્રદર્શન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...