તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:સાવલી તાલુકામાં કોવિડ કેન્દ્રોની મંત્રી, સાંસદ અને ધારાસભ્યે મુલાકાત લીધી

સાવલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાવલી તાલુકામાં હોમ આઈસોલેશન અને કોવીડ કેર સેન્ટરની મુલાકાત લેતા મંત્રી યોગેશભાઈ પટેલ, સાંસદ તેમજ ધારાસભ્ય. - Divya Bhaskar
સાવલી તાલુકામાં હોમ આઈસોલેશન અને કોવીડ કેર સેન્ટરની મુલાકાત લેતા મંત્રી યોગેશભાઈ પટેલ, સાંસદ તેમજ ધારાસભ્ય.

સાવલી અને ડેસરમાં ભાદરવા, સાવલી, રાજૂપુરા, પાંડુ, મંજૂસર જેવા ગામોમાં કોવિડ કેર સેન્ટર અને હોમ આઈસોલેશન વોર્ડની સ્થાપના કરાઇ છે. જેમાં મુખ્યત્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટ ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ના પ્રોજેક્ટ સફળ બનાવવા ગ્રાસરૂટ લેવલ પર શું કામગીરી ચાલી રહી છે તેની માહિતી મેળવવા માટે શનિવારે યોગેશભાઈ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેતન ઈનામદાર જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા વિકાસ અધિકારી એમ.ડી.રબારી સહિતએ પાંડુ રાજુપુરા જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને મંજૂસર ખાતે બનાવવામાં આવેલ હોમ આઈસોલેશન સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું.ગ્રામ્યમાાં કોરોનાના દર્દીઓની સારવાર થાય અને વધુ માનવ ખુંવારી ન થાય તે માટે આરોગ્યના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ કોરોના મહામારી સામે હિંમતથી સૌએ લડીને જંગ જીતવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાથે સાથે આરોગ્ય વિભાગની તમામ કામગીરી તેમજ વ્યવસ્થાની બારીકાઇ પૂર્વક તપાસ કરીને માહિતી મેળવી હતી. જ્યારે મંત્રી સાંસદ અને જિલ્લા આરોગ્ય અધિકારીની મુલાકાત હોઇ તાલુકાના મોટાભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને અધિકારીઓ તેમના કાફલામાં જોડાયેલા હોય અને સેવામાં તૈનાત હોય તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને ડોક્ટરો વગર રાહ જોઈને ધગધગતી ગરમીમાં ભારે આપદા ભોગવવાનો વારો આવ્યો હતો. મંત્રી તેમજ સાંસદની મુલાકાતે તાલુકાના દર્દીઓ માટે મુસીબત ઊભી કરી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આમ સમગ્ર તંત્ર મંત્રીની સરભરામાં વ્યસ્ત હોય તાલુકાની પ્રજાએ ડોક્ટર વગર નિસાસો નાખવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...