તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મંજુસરની કંપનીમાં કામદારની તબિયત લથડતાં ચક્કર આવતા પડી જતાં મોત

સાવલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મંજુસર ગામની હરિ ઓર્ગો પ્રા. લી. કંપનીમાં બનેલી ઘટના
 • ભાદરવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

સાવલી તાલુકાના મંજુસર ગામની હદમાં આવેલ હરિ ઓર્ગો પ્રા. લિ. નામની કંપનીમાં 48 વર્ષીય ઈસમને અચાનક ચક્કર આવવાં પડી જતા સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડોક્ટરો મૃત જાહેર કરતા ભાદરવા પોલીસે અકસ્માત મોત રજિસ્ટર કરી તપાસ હાથ ધરી છે.જાણવા મળ્યા પ્રમાણે સાવલી વડોદરા રોડ પર આવેલ હરી ઓર્ગો કંપનીમાં રવિવારે સવારે સાડા છ વાગ્યાની આજુબાજુ કોન્ટ્રાક્ટમાં કામ કરતા વિઠ્ઠલભાઈ સનાભાઈ સોલંકી રહે સીસવા તાલુકો જિલ્લો વડોદરા ઉંમર વર્ષ 48.9 કંપનીના મેન ગેટ પરથી દૂધ લઈને જતી વેળાએ અચાનક ચક્કર આવી પડી જતા કંપનીના કામદારો ભેગા થઇ ગયા હતા. 108ની મદદ લઈ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે વિઠ્ઠલભાઈ સોલંકીને ખસેડાયા હતા.

જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા કંપની કામદારોમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. બનાવના પગલે દવાખાના વર્ધી ભાદરવા પોલીસને મળતા ભાદરવા પોલીસે હાલ અકસ્માત મોત રજિસ્ટર કરી મૃતકનું પીએમ કરાવી મોતનું ચોક્કસ કારણ શોધવા તજવીજ હાથ ધરી છે. જાણવા મળ્યા પ્રમાણે મૃતક કંપનીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતો હતો અને અચાનક સવારમાં અગમ્ય કારણોસર તબિયત લથડતા ચકકર ખાઈને નીચે પડી ગયો હતો. બનાવના પગલે સમગ્ર કંપની એકમોમાં સન્નાટો છવાઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો