તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PMનો જન્મદિન:મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો સાવલીમાં પ્રારંભ

સાવલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • PMના જન્મદિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય હાજર રહ્યા

સાવલી ખાતે આજરોજ જિલ્લા કલેકટર અને ધારાસભ્યની હાજરીમાં આર્થિક ઉપાર્જન માટેની યોજનાની તેમજ મહિલા સશક્તિકરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની શુભારંભ કરવામાં આવ્યો હતો. આજરોજ સાવલી હાઇસકૂલ સાવલીના પ્રાંગણમાં જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ તેમજ ધારાસભ્ય કેતન ઇનામદાર હસ્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો શુભારંભ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. જ્યારે તાલુકાની મહિલાઓને આજરોજ જિલ્લા કલેક્ટરે સમજ આપીને મહિલા સશક્તિકરણ તેમજ તાલુકાની મહિલા કેવી રીતે પગભર થાય જેની ઊંડી સમજ પૂરી પાડી હતી. જે અંતર્ગત રાજ્ય સરકારે કેટલીક બેંકો સાથે એમઓયુ કરી તાલુકાના તમામ સહાય જૂથ મહિલાઓને કિરણ પત્રો મંજૂરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના માટે 1 લાખ રૂપિયાનું ધિરાણ અને વગર વ્યાજે લોન આપવાનું રાજ્ય સરકારની યોજના છે.

આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્ય સરકારની મહિલાઓને પ્રત્યે સરકારી સંવેદનશીલતા દર્શાવીને હાજર સખીમંડળોને આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા આહ્વાન કરવામાં આવ્યું હતું. જ્યારે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ટીવી સ્કિન ઉપર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કરી રહેલ ઉદઘાટન પ્રસંગથી સૌને વાકેફ કરી રાજ્ય સરકારની આ મહત્વકાંક્ષી યોજનાથી રાજ્યની તમામ મહિલાઓ પગભેર થશે તેમજ સ્વાવલંબી થશે અને આર્થિક સદ્ધરતા થકી ખરેખર મહિલાઓના સશક્તિકરણ માટે આ યોજના વરદાન રૂપ સાબિત થશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી મામલતદાર જે. પી. ઝાલા, તાલુકા વિકાસ અધિકારી એમ. ડી. રબારી સહિતના અધિકારીઓ તેમજ ડેસર સાવલી તાલુકાના સખીમંડળ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...