રજૂઆત:પોઇચા ચોકડી મધ્યે મુકેલો વીજ પોલ અચાનક ગાયબ થઈ જતાં રજૂઆત

સાવલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાવલી પોઇચા ચોકડી ખાતે અઠવાડિયા પહેલા વીજળી પોલ હતો તેની તસવીર જ્યારે બીજી તસવીરમાં વીજળીનો પોલ ગાયબ થયેલો જણાય છે. - Divya Bhaskar
સાવલી પોઇચા ચોકડી ખાતે અઠવાડિયા પહેલા વીજળી પોલ હતો તેની તસવીર જ્યારે બીજી તસવીરમાં વીજળીનો પોલ ગાયબ થયેલો જણાય છે.
  • સાવલી નગરસેવા સદન દ્વારા લાઈટનો ટાવર ઉભો કરાયો હતો
  • કોંગ્રેસના કોર્પોરેટરે ચીફ ઓફિસરને તપાસ કરવા માગ કરી હતી

સાવલી નગર સેવાસદન દ્વારા પોઇચા ચોકડી મધ્યમાં ઊભો કરાયેલો લાઈટનો ટાવર ગાયબ થઇ ગયો હતો. લાઈટનો ટાવર ગાયબ થઈ જતાં સાવલીના કોંગ્રેસના કોર્પોરેટરે ચીફ ઓફિસરને આ બાબતે પરિસ્થિતિથી વાકેફ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે. સાવલી નગરના કોંગ્રેસી કોર્પોરેટર હસુભાઈ પટેલ દ્વારા ચીફ ઓફિસરને આશરે 7 દિવસ પૂર્વે ટેલિફોનિક જાણ કરીને પોઇચા ચોકડી વિસ્તાર પર સેવાસદનની માલિકીની ઉભો કરેલ લાઈટનો ટાવર ગુમ થયો છે જે બાબતે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી હતી.

તે અનુસંધાને ચીફ ઓફિસરે અત્યારે આ બાબત ધ્યાન નથી પરંતુ તપાસ કરીને આ ઘટના બાબતે તમને જણાવીશું તેઓ જવાબ આપ્યો હતો. ત્યારબાદ અઠવાડિયા ઉપરનો સમય વીતી ગયા છતાંય ચીફ ઓફિસર દ્વારા તે કોઈ કાર્યવાહી કે માહિતી કોર્પોરેટરને આપવામાં આવી ન હતી. જેથી ગતરોજ કોર્પોરેટર હસુભાઈ પટેલે ચીફ ઓફિસર તેમજ તેમજ જિલ્લા કલેકટર અને પ્રાદેશિક કલેકટર કમિશનરને સદર ઘટનાથી વાકેફ કરતો પત્ર રવાના કર્યો છે. સાથે સાથે આ ઘટના ના કાયદેસરની કાર્યવાહી કરવા 100 નંબર પર પણ જાણ કરીને કાર્યવાહી કરવા માગ કરી છે. જ્યારે આ બાબતે સાવલી ચીફ ઓફિસરનો સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...