સાવલી સમલાયા રોડ પર 17 નંબર રેલવે ક્રોસિંગ પર 40 કરોડના ખર્ચે બનેલ નવા ઓવરબ્રિજનું લોકાર્પણ થયું હતું. માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાવલી જરોદ રોડ પર આવેલ સમલાયા ગામ પાસે રેલવે ફાટક પર બનેલ નવીન ઓવર બ્રિજનું ઉદ્ઘાટન માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. સાવલી જરોદ રોડ પર વિવિધ ઇન્ડસ્ટ્રિયલ એકમો આવેલા છે અને તેના પગલે ભારદારી વાહનો તેમજ નોકરિયાત વર્ગની ભારે અવરજવર રહે છે પરંતુ આ ફાટક પર વારંવાર ટ્રેનની અવર જવરના કારણે વારંવાર રેલવે ફાટક બંધ કરાતી હતી.
પરિણામે રાહદારીઓના સમયનો ભારે વેડફાટ થતો હતો. સમગ્ર તાલુકાજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હતો. તેના કારણે લોકોમાં આ ફાટક પર ઓવર બ્રિજ બનાવવાની માગ ઉઠી હતી. તાલુકાજનોની માગ અને ધારાસભ્ય કેતન ઇનામદરની રજૂઆતના પગલે આ ફાટક પર નવ નિર્મિત બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેનો શનિવારે માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી, સાંસદ રંજનબેન ભટ્ટ અને માર્ગ-મકાન વિભાગના વિવિધ અધિકારીઓની હાજરીમાં આં પુલને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે માર્ગ મકાન મંત્રીએ પ્રાસંગિક પ્રવચનમાં રાજ્ય સરકારના ગુણગાન ગાયા હતા અને રાજ્યની વણથંભી વિકાસ યાત્રા પર પ્રકાશ પાડ્યો હતો. તેમજ આ નવનિર્મિત પુલના કારણે વિકાસને વેગ મળશે એવું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.