સાવલીના ટુંડાવ ગામે પરણિતાને પતિ અને સાસરીયા માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળીને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લેતા મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકે મરનારની બહેન હીનાબેન આસિફખાન પઠાણ રહે એકતાનગર આજવા રોડ રામ રહીમ સોસાયટી, વડોદરાએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે આજથી ચાર વર્ષ પહેલાં પોતાની નાની બહેન સનોબરબાનુના લગ્ન અજરૂદીન ઉર્ફે સાજીદ અબ્દુલભાઈ ચૌહાણ રહે ટુંડાવ તાલુકો સાવલી સાથે થયા હતા.
તેવામાં ગતરોજ સાંજના સમયે ફરિયાદીના બનેવી અજરૂદ્દિંનનો ફોન આવેલ કે સનોબરે દવા પીધી છે અને તેને સાવલી ખાતે દવાખાને લઈ જઈએ છીએ. તેથી પરણિતાના સૌ સગા સબંધીઓ સાવલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં સારવાર હેઠળ પરણિતાએ તૂતક તૂતક શબ્દોમાં જણાવેલ કે સાજીદના ત્રાસથી તેણે દવા પીધી છે. અને ત્યારબાદ વામીટ કરવા લાગેલી આ બાબતે સાજીદને પૂછતા તે હોસ્પિટલમાંથી ભાગી છુટ્યો હતો. અને ટૂંકી સારવાર બાદ પરણિતાનું મોત નીપજ્યું હતું.
સાસરિયામાં ત્રાસ અને મારઝૂડની ફરિયાદ મંજુસર પોલીસ મથકે ફરિયાદી હીનાબહેને નોંધાવતા સાસુ સસરા અને પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદીમાં નોંધાવેલ નામ પ્રમાણે 1. અબ્દુલ ઉર્ફે હાફેઝી અમરસિંહ ચૌહાણ, 2 શઈદાબેન અબ્દુલ હાફેઝી ચૌહાણ, 3 અજરૂદ્દીન ઉર્ફે સાજીદ અબ્દુલ ચૌહાણ તમામ રહે ટુંડાવ તાલુકો સાવલીના વિરુદ્ધ ઈપીકો 306 અને 498 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.